OnePlus Smartphone Launch Soon: સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ ભારતમાં બે હાઇટેક સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયાર કરી રહી છે. વનપ્લસ Ace 5, Ace 5 Pro ટૂંક સમયમાં લૉન્ચ થશે. OnePlus ના આ બંને ફોન મોટા બેટરી પેક સાથે આવશે. જો હાલમાં જ રિપોર્ટ્સનું માનીએ તો આ સ્માર્ટફોનમાં 7,000mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી શકે છે. હવે આ ફોન સાથે જોડાયેલી ઘણી વધુ માહિતી સામે આવી રહી છે. OnePlus ની આ સીરીઝને ભારતમાં OnePlus 13R તરીકે પુનઃબ્રાંડ કરી શકાય છે. જો કે હાલમાં કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કંપનીએ વનપ્લસ 13ને થોડા દિવસો પહેલા સ્થાનિક બજારમાં એટલે કે ચીનમાં લૉન્ચ કર્યો છે.
જલદી ભારતમાં લૉન્ચ થશે વનપ્લસ સ્માર્ટફોન
OnePlus Ace 5ને ગ્લૉબલ માર્કેટમાં OnePlus 13R તરીકે લૉન્ચ કરી શકે છે, પરંતુ આ સીરીઝનું પ્રૉ મૉડલ માત્ર ચાઇનીઝ માર્કેટ સુધી જ લિમીટેડ હોઈ શકે છે. OnePlus ની આ સીરીઝ ટૂંક સમયમાં ચીનના બજારમાં રજૂ કરવામાં આવશે. OnePlus ની આ આવનારી સ્માર્ટફોન સીરીઝનો દેખાવ અને ડિઝાઇન OnePlus 12 જેવી જ હશે. તેમાં સિરામિક બેક પેનલ જોઈ શકાય છે. વધુમાં કેમેરા ડિઝાઇનમાં પણ ફેરફાર કરી શકાય છે.
દમદાર બેટરી સાથે થશે લૉન્ચ
GizmoChina ના રિપોર્ટ અનુસાર, કંપની તેની બેક પેનલને ફરીથી ડિઝાઇન કરશે. આ સ્માર્ટફોનમાં 6,500mAh થી 7,000mAh સુધીની બેટરી આપવામાં આવી શકે છે. ફોનને ચાર્જ કરવા માટે 100W SuperVOOC ચાર્જિંગ ફિચર આપવામાં આવી શકે છે. OnePlus 13 ની જેમ, આ સીરીઝમાં પણ કંપની BOE X2 1.5K OLED ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કરશે, જે 120Hz ઉચ્ચ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ સીરીઝ Qualcomm Snapdragon 8 Gen 3 સાથે આવી શકે છે.
OnePlus Ace 5 સીરીઝના પાછળના ભાગમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનમાં 50MPનો મુખ્ય OIS કેમેરા આપી શકાય છે. આ સિવાય ફોનમાં 50MPનો સેકન્ડરી અલ્ટ્રા વાઈડ કેમેરા મળી શકે છે. આ સિવાય ફોનમાં ત્રીજો કેમેરો પણ મળશે. આ OnePlus સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16MP કેમેરા હોવાની અપેક્ષા છે. આ જ ફિચર ભારતમાં લૉન્ચ થનારા OnePlus 13માં જોઈ શકાય છે. ફોનની કિંમત 40,000 રૂપિયાથી 50,000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
આ પણ વાંચો
Google Play Store પર આ એપ્સનો જલવો, બની 2024 ની Best Apps, જુઓ પુરેપુરુ લિસ્ટ