Most Weak Password:  સાયબર સુરક્ષા પરના તાજેતરના અભ્યાસમાં સૌથી નબળા પાસવર્ડ્સની યાદી જાહેર કરવામાં આવી છે. KnownHost ના આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લાખો લોકો હજુ પણ નબળા અને સરળતાથી અનુમાન લગાવી શકાય તેવા પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. આ કારણે ડેટા ચોરીના બનાવોમાં વધારો થયો છે. જો તમે પણ સિમ્પલ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન રહો. હેકર્સ માટે આ પાસવર્ડ્સ શોધવા સહેલા છે અને આનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે.

આ સૌથી સરળ પાસવર્ડ છે

123456 - ડેટા ચોરીના 5,02,03,085 બનાવોમાં મળી આવ્યો છે.123456789- ડેટા ચોરીના 2,05,08,946 બનાવોમાં મળી આવ્યો છે.1234-  આ પાસવર્ડ 44,53,720 કેસોમાં મળી આવ્યો છે.12345678- આ પાસવર્ડ 98 લાખથી વધુ વખત હેક થયો છે.1234- આ પાસવર્ડ આશરે 50 લાખ વખત ચોરાઈ ચૂક્યો છે.password- તે 10 મિલિયનથી વધુ વખત હેક થઈ ચૂક્યો છે.111111- આશરે 54 લાખ વખત ચોરાઈ ગયો છે.admin- તે લગભગ 50 લાખ વખત હેક થયો છે.123123– 43 લાખથી વધુ વખત હેક થયો છે.abc123- ને લગભગ 42 લાખ વખત હેક કરવામાં આવ્યો છે.

જો તમારા કોઈપણ પાસવર્ડ આ યાદીમાં સામેલ હોય, તો સાયબર સુરક્ષા નિષ્ણાતો તેને તાત્કાલિક બદલવાની ભલામણ કરે છે. હેકર્સ આ પાસવર્ડ સરળતાથી ક્રેક કરી શકે છે, જેનાથી ડેટા ચોરી તેમજ નાણાકીય નુકસાન પણ થઈ શકે છે.

મજબૂત પાસવર્ડ સેટ કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

આજકાલ, સાયબર ગુનાની વધતી જતી ઘટનાઓ વચ્ચે, મજબૂત સાયબર સુરક્ષા પગલાં લેવા જરૂરી બની ગયા છે. તેથી હંમેશા મજબૂત પાસવર્ડ સેટ કરો. આ માટે, ૧૨-૧૬ અક્ષરોનો પાસવર્ડ રાખવાની સલાહ આપવામાં આવે છે, જેમાં સંખ્યાઓ અને સ્પેશ્યલ કેરેક્ટર હોવા જોઈએ. આ ઉપરાંત, તમારા પાસવર્ડમાં ક્યારેય જન્મ તારીખ અને વાહન નંબર વગેરે જેવી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરશો નહીં. હેકર્સ સોશિયલ મીડિયામાંથી વિગતો લઈને તેમને હેક કરી શકે છે. આવા ઘણા કિસ્સા પહેલા સામે આવી ચૂક્યા છે જેમાં જન્મતારીખ કે મોબાઈલ નંબર રાખવાથી એકાઉન્ટ હેક થયા હોય. તેથી પાસવર્ડ હંમેશા સ્ટ્રોન્ગ રાખો અને સમયે સમયે તેને બદલતા પણ રહો.

આ પણ વાંચો...

લોન્ચ પહેલા જ Google Pixel 9aના ફીચર્સ થયા લીક,અંદાજિત કિંમત પણ આવી સામે