સ્માર્ટફો નિર્માતા કંપની Motorolaએ શાનદાર કમબેક કર્યું છે. 2020માં કંપનીએ ઘણા સ્માર્ટફોન લોન્ચ કર્યા જેમાં 5G સ્માર્ટફોન પણ સામેલ હતા. હવે કંપનીએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Motorola Edge Sને ચીનમાં લોન્ચ કરી દીધો છે. જે દુનિયાનો પહેલા સ્માર્ટફોન છે જેમાં સ્નેપડ્ર્ગેન 870નું પ્રોસેસર આપવામાં આવ્યું છે.


ખાસ વાત તો એ છે કે, કંપનીએ આ સ્માર્ટફોનમાં મોટી બેટરી અને કુલ 6 કેમેરા આપ્યા છે. આ સ્માર્ટફોનને 3 વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. ત્યારે જાણો તેના સ્પેસિફિકેશન્સ અને કિંમત વિશે.

Motorola Edge S  સ્પેસિફિકેશન્સ 

Motorola Edge S ના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.7- ઈંચ, ફુલ HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 પર બેઝ્ડ છે. ફોનમાં 8GB સુધી રેમ અને 256GB સુધી સ્ટોરેજ આપવામાં આવી છે. તે સિવાય ક્લોલકોમ સ્નેપડ્ર્ગેન 870નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. બેટરી 5,000mAh આપવામાં આવી છે જે 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

કેમેરાની વાત કરીએ તો રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 64 MP પ્રાઈમરી, 16MP અલ્ટ્રા-વાઈડ એંગલ, 2MP ડેપ્થ સેન્સર અને એક ToF સ્ટીરિયોસ્કોપિક ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફ્રન્ટમાં 6MP અને 8MPનો કેમેરા આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન 5G સપોર્ટેડ છે.

શું છે કિંમત 

Motorola Edge Sનીં 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 22,548 રૂપિયા છે, જ્યારે 8GB + 128GB વેરિએન્ટની કિંમત લગભગ 27,000 રૂપિયા છે અને 8GB + 256GB વેરિએન્ટનિ કિંમત 35,559 રૂપિયાની આસપાસ છે.