Moto E40 Smartphone: Motorolaએ પોતાની E સીરીઝ અંતર્ગત નવો સ્માર્ટફોન Moto E40 લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આ ફોનને બે કલર ઓપ્શનની સાથે લૉન્ચ કર્યો છે. તમે આના સ્ટૉરેજને એક ટીબી સુધી વધારી શકો છો. આ બજેટ ફોનના પરફોર્મન્સ માટે Octa-Cor Unisoc T700 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. મોટોરોલાનો આ ફોન ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે છે. જાણો શું છે આની કિંમત અને ફિચર્સ.....


આટલી છે કિંમત- 
Motorola Moto E40એ ભારતમાં 9,499 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત આના 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની છે. મોટોરોલાનો આ ફોન કાર્બન ગ્રે અને પિન્ક કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આ ફોનનો સેલ 18 ઓક્ટોબર ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. 


સ્પેશિફિકેશન્સ- 
Moto E40 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન (720x1,600 पिक्सल) છે, અને આનો રિફ્રેશ રેટ 90Hz છે. આ ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. પરફોર્મન્સ માટે આમાં Octa-Cor Unisoc T700 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રો એસડીકાર્ડની મદદથી એક ટીબી સુધી વધારી શકાય છે. 


કેમેરા અને બેટરી- 
ફોટોગ્રાફી માટે Moto E40 સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો  48 મેગાપિક્સલનો છે. સાથે જ 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર અને 2 જ મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ક્વાડ પિક્સલ ટેકનોલૉજી વાળો હશે. કંપની આમાં ઇમ્પ્રૂવ્ડ નાઇટ ફોટોગ્રાફીનો ઓપ્શન પણ અવેલેબલ છે. 


બેટરી અને કનેક્ટિવિટી- 
Moto E40 સ્માર્ટફોનમાં પાવર માટે 5000mAhની બેટરી આપવામા આવી છે. જે 10 વૉટ સ્ટાન્ડર્ડ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. સિક્યૂરિટી માટે આમા રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે. કનેક્ટિવિટી માટે આમાં 4G LTE, Wi-Fi 802.11, બ્લૂટૂથ V5.0, GPS, FM રેડિયો અને યુએબી ટાઇપ-સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.