Moto G9 Powerની કિંમત અને ફિચર્સ
ભારતમાં Moto G9 Powerની કિંમત વિશે હાલ કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ યૂરોપમાં તેની કિંમત 17,400 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન એકજ વેરિએન્ટમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે મળશે. સ્ટોરેજને મેમોરી કાર્ડથી વધારી શકાશે.
Moto G9 Powerની સ્પેસિફિકેશન
આ ફોનમાં સ્ટોક એન્ડ્રોઈડ મળશે. તેમાં 6.8 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે, જેનુ રિઝોલ્યૂશન 720x1640 છે, પ્રોસેસર ક્વોલકોમનું સ્નેપડ્રેગન 662 આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો રિયરમાં ટ્રિપલ કેમેરા સેટ અપ આપવામાં આવ્યું છે. જે 64+2+2 મેગાપિક્સલના સેન્સર છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. Moto G9 Powerમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે. જે 20 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ સિવાય બ્લૂટૂથ v5, NFC, આપવામાં આવ્યું છે.