નવી દિલ્હીઃ WhatsApp યૂઝર્સને બહુ જલ્દી એક સારા સમાચાર મળી શકે છે. ખરેખરમાં યૂઝર્સને જે Multi Device Featureનો લાંબા સમયથી ઇન્તજાર હતો, તેને હવે બહુ જલ્દી રૉલઆઉટ કરવામાં આવી શકે છે. આ તે લોકો માટે ખુબ ઉપયોગી રહેશે જે એકથી વધુ ડિવાઇસ પર પોતાનુ વૉટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે. માનવામાં આવી રહ્યુ છે કે આ ફિચર દ્વારા યૂઝર્સ ચાર ડિવાઇસમાં એક એકાઉન્ટ ચલાવી શકશે. 


જલ્દી બધા માટે રૉલઆઉટ થશે- 
WhatsAppના અપડેટ્સ પર નજર રાખનારા પ્લેટફોર્મ Wabetainfoએ ટ્વીટર પર યૂઝર્સને બતાવ્યુ છે કે વૉટ્સએપ બહુ જલ્દી જ આ ફિચરનું પલ્બિક બીટા વર્ઝન રિલીઝ કરવા જઇ રહ્યું છે, હજુ ફક્ત આનો ઉપયોગ ફક્ત લિમીટેડ યૂઝર્સ માટે જ છે, હાલ લિમીટેડ યૂઝર્સ જ આનો ઉપયોગ કરી શકશે. વેબઇન્ફો અનુસાર મલ્ટી ડિવાઇસ બીટા ફોન પર વિના ઇન્ટરનેટ કનેક્શનથી WhatsApp Webનો ઉપયોગ થઇ શકશે. 


ઇન્ટરનેટ વિના કરસે કામ - 
WABetaInfoના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ ફિચર મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચરનો યૂઝ કરવા માટે યૂઝર્સને એપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલૉડ કરવુ પડશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે, લિંક કરવામાં આવેલુ એડિશનલ ડિવાઇસ, મેન ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ચાલી શકશે. મતલબ એકવાર બીજા ડિવાઇસથી કનેક્ટ કર્યા બાદ તમે ઇચ્છો તો મેન ડિવાઇસથી ઓફલાઇન થઇ શકો છો. ઓફલાઇન થયા બાદ પણ એડિશનલ ડિવાઇસીસમાં વૉટ્સએપ ચાલતુ રહશે. જોકે, કંપનીએ આનો ખુલાસો નથી કર્યો કે આ ફિચર ક્યાં સુધીમાં રૉલઆઉટ કરવામાં આવશે.



WhatsApp: હવે 1 કે 2 નહીં પરંતુ પાંચ ફોનમાં એકસાથે ચલાવી શકશો વૉટ્સએપ, જાણો કઇ રીતે..........
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના ખાસ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર્સનો યૂઝર્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. વળી, હવે આ ફિચરને લઇને મોટી જાણકારી સામે આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે ફિચર માટે યૂઝર્સને હજુ ઇન્તજાર કરવો પડી શકે છે. સાથે જ આ પણ જાણવા મળ્યુ છે કે સ્માર્ટફોન ડિવાઇસ પહેલા આ ફિચરને WhatsApp Web દ્વારા લૉન્ચ કરવામાં આવશે. 


પહેલા WhatsApp Webમાં આવશે ફિચર- 
WhatsAppના લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખનારી WABetaInfoના દ્વારા જાણવા મળ્યુ છે કે આ ફિચરનુ પહેલા બીટા વર્ઝન સૌથી પહેલા WhatsApp Web માટે આવી શકે છે. ત્યારબાદ આ ફિચર યૂઝર્સને સ્માર્ટફોનમાં મળશે. WABetaInfo દ્વારા આના નવા સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યા છે. 


પાંચ ડિવાઇસમાં ચાલી શકશે WhatsApp- 
રિપોર્ટનુ માનીએ તો WhatsApp Multi Device Support ફિચર અંતર્ગત ચાર એડિશનલ ડિવાઇસ પર WhatsApp ચલાવી શકાશે, એટલે એકસાથે પાંચ ડિવાઇસ પર એક WhatsApp ચલાવી શકશો. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે આ ફિચરના કારણે શરૂઆતમાં પરફોર્મન્સ અને ક્વૉલિટીને લઇને યૂઝર્સને થોડી પરેશાની થઇ શકે છે, પરંતુ સમયની સાથે આ પણ બરાબરા થઇ જશે. જાણવા મળ્યુ છે કે સ્માર્ટફોન ડિવાઇસ પહેલા આ ફિચરને WhatsApp Web દ્વારા લૉન્ચ કરવામાં આવશે. 


વિના ઇન્ટરનેટે થશે કામ- 
WABetaInfoના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ફિચર મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફિચરને યૂઝ કરવા માટે યૂઝર્સને એપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલૉડ કરવુ પડશે. આ ઉપરાંત ખાસ વાત છે કે લિંક કરવામાં આવેલા એડિશનલ ડિવાઇસ, મેન ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના ચાલશે, મતલબ એકવાર બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કર્યા બાદ તમે ઇચ્છો તો મેન ડિવાઇસથી ઓફલાઇન હોઇ શકે છે. ઓફલાઇન થયા બાદ પણ એડિશનલ ડિવાઇસીસમાં વૉટ્સએપ ચાલતુ રહેશે. જોકે કંપનીએ આનો ખુલાસો નથી કર્યો કે આ ફિચર ક્યાં સુધી રૉલઆઉટ કરવામાં આવશે.