Apple New Technology : એપલ એકવાર ફરીથી નવી ટેકનોલૉજી માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીના આ પ્રૉજેક્ટના માર્કેટમાં આવ્યા બાદ યૂઝર્સને ખુબ મોટો ફાયદો થશે. ખરેખરમાં, ચર્ચા છે કે એપલ એક એવા ચાર્જર પર કામ કરી રહી છે, જેનાથી એક જ ચાર્જરથી આઇફોન (iPhone), એરપૉડ્સ (AirPods) અને એપલ સ્માર્ટવૉચ (Apple Smart Watch) જેવા કેટલાય ડિવાઇસ ચાર્જ કરી શકાશે. 


અત્યારના ચાર્જરથી છે અનેકગણુ બેસ્ટ- 
ન્યૂઝલેટર ‘Power On’ ની નવી એડિશનમાં માર્ક ગુરમન (Mark Gurman)એ ખુલાસો કર્યો છે કે, કંપની ભવિષ્યમાં એવા વાયરલેસ ચાર્જર પર કામ કરી રહી છે, જે કેટલીય રીતે અલગ રહેશે. તેના અનુસાર એપલ નાની અને લાંબી દુરીના વાયરલેસ ચાર્જરની સાથે જ આમાં એવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે જેની મદદથી એપલના તમામ પ્રમુખ ડિવાઇસ એકબીજાને ચાર્જ કરી શકે. તે કહે છે કે જે નવા ચાર્જરના કન્સેપ્ટ પર કામ ચાલી રહ્યું છે. તે હાલના ઇન્ડક્શન ચાર્જિંગથી અનેકગણુ બેસ્ટ છે. MacRumorsમાં પણ આને લઇને રિપોર્ટ પ્રકાશિત થયો છે. 


તો શું એક ડિવાઇસ બીજાને કરશે ચાર્જ 
માર્ક ગુરમને આ રિપોર્ટમાં કહ્યુ છે કે કલ્પના કરો કે iPad કોઇ આઇફોનને ચાર્જ કરી રહ્યો છે, અને આઇફોન એરપૉડ્સ કે એપલ વૉચને ચાર્જ કરી રહ્યો છે. આ બધી વસ્તુ એપલની નવી ટેકનોલૉજીથી સાચી સાબિત થઇ શકે છે. 


અત્યારે કયુ ચાર્જર છે-
હાલમાં કંપની MagSafe Duo વાયરલેસ ચાર્જર વેચે છે. જે એક જ સમયમાં iPhone અને Apple Watch/AirPods બન્નેને ચાર્જ કરે છે. ઉલ્લેખનીય છે કે, Appleએ સૌથી પહેલા સપ્ટેમ્બર 2017માં iPhone 8 અને iPhone Xની સાથે AirPower ચાર્જરની જાહેરાત કરી હતી. આ પછી Appleએ કહ્યું હતુ કે આ ચાર્જિંગ પ્રૉડક્ટ 2018માં લૉન્ચ થશે. પરંતુ બાદમાં કંપનીએ માર્ચ 2019માં આ પ્રૉજેક્ટને રદ્દ કરી દીધો હતો.