New IT Rules: મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppએ નવેમ્બર 2023માં ભારતમાં 71 લાખથી વધુ એકાઉન્ટ પર નવા IT નિયમો 2021નું પાલન ન કરવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો. 1 થી 30 નવેમ્બરની વચ્ચે કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. વ્હોટ્સએપે તેના મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટમાં કહ્યું હતું કે યુઝર્સની કોઇ પણ રિપોર્ટ પહેલા લગભગ 19,54,000 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


દેશમાં વોટ્સએપના 50 કરોડથી વધુ યુઝર્સ છે. વોટ્સએપને દેશમાં રેકોર્ડ 8,841 ફરિયાદો મળી હતી અને માત્ર 6 પર કાર્યવાહી કરવામાં આવી હતી. "એકાઉન્ટ્સ એક્શન્ડ" એ એવા અહેવાલોનો ઉલ્લેખ કરે છે જ્યાં WhatsAppએ રિપોર્ટના આધારે પગલાં લીધાં હતા.


કંપનીના જણાવ્યા અનુસાર, "આ યુઝર-સેફ્ટી રિપોર્ટમાં યુઝરની ફરિયાદો અને વોટ્સએપ દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગનો સામનો કરવા માટે WhatsAppની પોતાની કાર્યવાહીનો સમાવેશ થાય છે."


લાખો ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) શરૂ કરી છે જે સામગ્રી અને અન્ય મુદ્દાઓને લગતી તેમની ચિંતાઓ પર ધ્યાન આપે છે. નવી રચાયેલી પેનલ, બિગ ટેક કંપનીઓ પર લગામ લગાવવા માટે દેશના ડિજિટલ કાયદાને મજબૂત કરવા તરફનું એક પગલું છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે યુઝર્સ દ્વારા કરવામાં આવેલી અપીલ પર ધ્યાન આપશે.


WhatsAppએ કહ્યું, "અમે દુરુપયોગને રોકવા અને તેનો સામનો કરવા માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓમાં અગ્રેસર છીએ.


વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપમાંની એક છે. અબજો લોકો દરરોજ તેનો ઉપયોગ કરે છે. વૉટ્સએપ માટે ભારત સૌથી મોટું બજાર છે, જ્યાં લાખો લોકો દરરોજ વૉટ્સએપનો ઉપયોગ કરે છે. આ મેસેજિંગ પ્લેટફોર્મના ઘણાબધા ફાયદા છે પરંતુ તેમાં કેટલીક ખામીઓ પણ છે. વૉટ્સએપ વિશે યૂઝર્સને પરેશાન કરતી એક વાત એ છે કે અહીં તમારે અજાણ્યા વ્યક્તિ સાથે ચેટ કરવા માટે પણ તમારો નંબર શેર કરવો પડશે. જો રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો આ સમસ્યા જલ્દી જ દૂર થઈ જશે.


નવા ફિચર પર ચાલી રહ્યું છે કામ  
બિઝનેસ ટૂડેના તાજેતરના અહેવાલમાં, WA બીટા ઇન્ફોને ટાંકવામાં આવ્યું છે કે નંબર શેરિંગની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થઈ જશે, કારણ કે વૉટ્સએપએ તેનો ઉકેલ શોધી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જે લોકોને તેમના ફોન નંબર જાહેર કર્યા વિના ચેટ કરવાની મંજૂરી આપશે.