Poco X5 5G Launch: પોકોએ જ્યારથી ભારતમાં પોકો X5 પ્રૉ 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, ત્યારથી સતત ગ્રાહકો આના લાઇટ વેરિએન્ટ એટલે કે Poco X5 5Gના લૉન્ચ થવાનો ઇન્તજાર કરી રહ્યાં છે. થોડાક દિવસો પહેલા જ કન્ટ્રી હેડ હિમાન્શુ ટંડને એ બતાવ્યુ હતુ કે, જલદો પોકો X5 લૉન્ચ થઇ શકે છે. આ બધાની વચ્ચે કંપનીએ ખુદ Poco X5 5Gની લૉન્ચ ડેટનું એલાન કરી દીધુ છે. 14 માર્ચે પોકો પોતાનો Poco X5 5G સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોન પહેલાથી ગ્લૉબલી લૉન્ચ થઇ ચૂક્યો છે. જાણકારી અનુસાર, સ્માર્ટફોન Poco X5 Pro 5G થી સસ્તી કિંમતે લૉન્ચ થશે. 


મળશે આ સ્પેશિફિકેશન્સ  -
કેમ કે Poco X5 5G ગ્લૉબલી લૉન્ચ થઇ ચૂક્યો છે, તો આની ડિટેલ સામે આવી ચૂકી છે. Poco X5 5Gમાં 6.67 ઇંચની એમૉલેડ ડિસ્પ્લે મળી શકે છે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. મોબાઇલ ફોન કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 ના પ્રૉટેક્શનની સાથે આવશે. સ્માર્ટફોનને તમે 3 કલર ઓપ્શનમાં ખરીદી શકશો, જેમાં પર્પલ, ગ્રીન, અને બ્લૂ કલર સામેલ છે. Poco X5 5Gમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 695 SoC નો સપોર્ટ મળશે. 




આટલી હોઇ શકે છે કિંમત - 
જાણકારી અનુસાર, Poco X5 5G 20,000 રૂપિયાથી ઓછામાં લૉન્ચ થઇ શકે છે. સ્માર્ટફોન 8GB રેમ અને 256GB સ્ટૉરેજની સાથે આવી શકે છે. ગ્લૉબલ વેરિએન્ટમાં કંપનીએ 5000 એમએએચની બેટરી 33 વૉટના ફાસ્ટ ચાર્જરની સાથે આવશે. સ્માર્ટફોન ત્રિપલ કેમેરા સેટઅપની સાથે આવે છે, જેમાં 48 મેગાપિક્સલનો મેન કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ અને 2 મેગાપિક્સલનો માઇક્રો કેમેરો છે. જ્યારે ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. 


 


Smartphone : OnePlus Nord CE 3ની આતુરતાથી રાહ જોનારાઓ માટે ગુડ ન્યૂઝ


OnePlus Nord CE 3: OnePlus એ ગયા મહિને ભારતમાં 2 શાનદાર ફ્લેગશિપ ફોન લોન્ચ કર્યા હતા. હવે કંપની એક બજેટ સ્માર્ટફોન પર કામ કરી રહી છે જે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. લોકો પણ આ બજેટ સ્માર્ટફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફોન OnePlus Nord CE 2નો અનુગામી હશે. દરમિયાન લોન્ચ પહેલા OnePlusનો આગામી ફોન OnePlus Nord CE 3 વિશેની માહિતી ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. આ ફોનમાં તમને 6.72 ઇંચની AMOLED ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને Snapdragon 782G SoCનો સપોર્ટ મળશે. મોબાઇલ ફોનના સંભવિત સ્પેક્સ અને કિંમત જાણો.


આ કિંમતે લોન્ચ કરી શકાય 


OnePlus Nord CE 3ને લઈને કંપની દ્વારા કોઈ માહિતી શેર કરવામાં આવી નથી, પરંતુ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ફોનને 25 થી 30,000 રૂપિયાની વચ્ચે લોન્ચ કરી શકાય છે. OnePlus Nord CE 2 ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂ. 23,999 હતી અને એ જ રીતે 8GB રેમ વેરિઅન્ટની કિંમત રૂ. 24,999 હતી. તાજેતરમાં જ OnePlus Nord CE 2નું બેઝ વેરિઅન્ટ 18,999 રૂપિયામાં અને ટોપ એન્ડ વેરિઅન્ટ 20,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.


મળતી માહિતી મુજબ OnePlus Nord CE 3 સ્માર્ટફોન જૂન અથવા જુલાઈમાં માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. સ્પષ્ટીકરણ વિશે વાત કરીએ તો OnePlus Nord CE 3 માં 6.7-ઇંચની ફુલ HD પ્લસ રિઝોલ્યુશન ડિસ્પ્લે મળી શકે છે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ મોબાઈલ ફોન MediaTek Dimensity 9000 SoC અથવા Snapdragon 782G SoC પર કામ કરશે. જેમાં તમે 80 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી મેળવી શકો છો. કેમેરા વિશે વાત કરીએ તો તમે OnePlus Nord CE 3માં ટ્રિપલ કેમેરા સેટઅપ મેળવી શકો છો જેમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કૅમેરો, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો અને 2-મેગાપિક્સલનો માઇક્રો કૅમેરો હોઈ શકે છે. તે જ રીતે સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 16-મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે.