એક ડિસેમ્બરથી ટેલિકોમ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. ટ્રાઈએ તમામ ટેલિકોમ ઓપરેટરોને આ નિયમોનો કડક અમલ કરવા સૂચના આપી છે. અગાઉ આ નિયમો 1 નવેમ્બરથી લાગુ થવાના હતા, પરંતુ પછી તેને એક મહિના માટે લંબાવવામાં આવ્યા હતા. જે બાદ હવે આ નિયમો 1 ડિસેમ્બરથી લાગૂ થઈ રહ્યા છે.
આ નિયમો Jio, Airtel, Voda અને BSNL સહિત તમામ યુઝર્સને અસર કરશે. TRAIએ સ્પામ કોલ અને મેસેજને રોકવાના ઉદ્દેશ્ય સાથે આ નિયમો લાગુ કરવાનું કહ્યું છે.
કોમર્શિયલ મેસેજ પર લાગશે લગામ
તાજેતરમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને છેતરપિંડી અને ઓનલાઈન કૌભાંડોથી બચાવવા માટે ઘણા નિયમો લાગુ કર્યા છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને 'મેસેજ ટ્રેસેબિલિટી' લાગુ કરવા માટે નિર્દેશ આપ્યો છે. કોમર્શિયલ મેસેજ અને OTP (વન-ટાઇમ પાસવર્ડ્સ) પર ધ્યાન કેન્દ્રિત કરીને આ મુખ્ય નિર્ણય ઓગસ્ટમાં જાહેર કરવામાં આવ્યો હતો. આ નિયમો શરૂઆતમાં ઝડપથી લાગુ થવાના હતા પરંતુ પછી ટાઇમલાઇન લંબાવવામાં આવી હતી.
નોંધનીય છે કે શરૂઆતમાં ટેલિકોમ કંપનીઓને ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે 31 ઓક્ટોબરની સમયમર્યાદા આપવામાં આવી હતી, પરંતુ Jio, Airtel, VI અને BSNL જેવી મોટી કંપનીઓના અનુરોધ બાદ આ સમયમર્યાદા વધારીને 30 નવેમ્બર કરવામાં આવી હતી. તેનો અર્થ એ કે હવે કંપનીઓ માટે આ નિયમોનો અમલ કરવાનો સમય આવી ગયો છે.
1 ડિસેમ્બરથી તમામ કંપનીઓએ કોમર્શિયલ અને OTP મેસેજને ટ્રેક કરવા માટે TRAIના નિયમોનું પાલન કરવું પડશે. તે ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે જો Jio, Airtel, VI અને BSNL 1 ડિસેમ્બરથી આ ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરે છે, તો તે યુઝર્સને માટે મોટી રાહત હશે.
આ નિયમોની પણ ચર્ચા
1 જાન્યુઆરી, 2025થી નવો નિયમ પણ લાગુ કરવામાં આવશે. જેની અસર Jio, Airtel, Vi અને BSNLના ગ્રાહકો પર પડશે. આ નિયમોનો હેતુ સમગ્ર દેશમાં 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવાનો છે. સરકારે હાલમાં જ ટેલિકોમ એક્ટ હેઠળ કહ્યું છે કે હવે કંપનીઓને નવા ટાવર લગાવવામાં વધારે પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. રાઈટ ઓફ વે (RoW) ના અમલીકરણ સાથે આ સમગ્ર પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બની જશે.