Galaxy Unpacked 2025: સેમસંગ ગેલેક્સી S25 સીરીઝની લૉન્ચ ઇવેન્ટ દરમિયાન દક્ષિણ કોરિયન કંપનીએ તેના ભવિષ્યવાદી ઉપકરણોની પણ પુષ્ટિ કરી છે. કંપની ટૂંક સમયમાં એક એવો સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે જે ત્રણ વખત ફૉલ્ડ થાય છે, એટલે કે ત્રિપલ ફૉલ્ડેબલ ફોન. આ ઉપરાંત તેણે તેના VR હેડસેટ અને સૌથી પાતળો સ્માર્ટફોન Galaxy S25 Edge પણ ટીઝ કર્યો છે. સેમસંગનો ત્રણ ફૉલ્ડિંગ ફોન હુઆવેઇના ત્રણ ફૉલ્ડેબલ ફોન જેવો જ હોઈ શકે છે. કંપની દ્વારા શેર કરાયેલા પ્રૉટોટાઇપમાં ફોનની ડિઝાઇન જાહેર કરવામાં આવી છે.


ત્રણ વાર વળી શકે તેવો ફોન 
ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં અગ્રણી સેમસંગ, આ વર્ષના બીજા ભાગમાં આ ત્રણ ફૉલ્ડિંગ ફોન લૉન્ચ કરી શકે છે. ચીની કંપની હૂઆવેઇનો ફૉલ્ડેબલ ફોન ગયા વર્ષે વ્યાપારી રીતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. સેમસંગે થોડા વર્ષો પહેલા યોજાયેલા CES એટલે કે કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ શૉમાં તેના ત્રિપલ ફૉલ્ડેબલ ફોનનો ખ્યાલ રજૂ કર્યો હતો. સેમસંગે ગેલેક્સી અનપેક્ડ 2025 દરમિયાન આ ફોનના પ્રૉટોટાઇપને સત્તાવાર રીતે ટીઝ કર્યું છે, જે દર્શાવે છે કે કંપની તેને ટૂંક સમયમાં બજારમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે.


સેમસંગના આ ત્રણ ગણા ફૉલ્ડિંગ સ્માર્ટફોનમાં 9.9 ઇંચથી 10 ઇંચ સુધીની ડિસ્પ્લે હોઈ શકે છે. ફૉલ્ડ કર્યા પછી, તે કૉમ્પેક્ટ સ્માર્ટફોન જેવો દેખાશે. આમાં કંપની G સ્ટાઇલ ફૉલ્ડિંગ ડિઝાઇનનો ઉપયોગ કરી શકે છે. તેમાં બે હિન્જ આપી શકાય છે, જે ફોનના ડિસ્પ્લેને વાળવામાં મદદ કરશે. હુઆવેઇના ત્રિપલ ફૉલ્ડેબલ ફોન મેટ એક્સમાં S આકારની ડિઝાઇન છે.


ફક્ત લિમીટેડ પ્રૉડક્શન હશે 
તાજેતરના અહેવાલ મુજબ, સેમસંગ તેના ટ્રાઇ-ફૉલ્ડેબલ સ્માર્ટફોનના મર્યાદિત યૂનિટ જ બનાવશે. દક્ષિણ કૉરિયન કંપની બજારમાં તેના ફક્ત 2 લાખ યુનિટ લૉન્ચ કરશે. આ ફૉલ્ડેબલ ફોન અંદર અને બહાર બંને બાજુ ફૉલ્ડ અથવા ખુલી શકે છે. તેને ખોલીને ટેબ્લેટ તરીકે વાપરી શકાય છે. અને ફૉલ્ડ કર્યા પછી, તે કૉમ્પેક્ટ સ્માર્ટફોન જેવો દેખાશે.


આ પણ વાંચો


Free Fire Max જ હશે Free Fire India ? ગેમના ફરીથી લૉન્ચ થતાં પહેલા મળી મોટી હિન્ટ