નવી દિલ્હીઃ જો તમે વૉટ્સએપ યૂઝર છો, તો તમારા માટે આ કામની ખબર છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વૉટ્સએપ કેટલાય સ્માર્ટફોન પરથી કામ કરવાનું બંધ કરી દેશે. જે ફોન પર વૉટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે તેની ઓપરિંગ સિસ્ટમ હવે આુટડેટેડ થઇ ચૂકી છે.
ગિઝ ચાઇનાના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વૉટ્સએપ 31 ડિસેમ્બરે એપલ, સેમસંગ, સોની ઉપરાંત કેટલીય અન્ય બ્રાન્ડના ફોન પર કામ કરવાનુ બંધ કરી દેશે. આ ફોનની સંખ્યા લગભગ 49 છે. રિપોર્ટ અનુસાર, આમાં કેટલાય ફોન જુના થઇ ચૂક્યા છે, અને હવે તેનો કોઇ ઉપયોગ નથી કરી રહ્યાં. જેનો અર્થ એ છે કે, સ્માર્ટફોન યૂઝર્સ કે પછી આઇફોન યૂઝર્સને ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
એક ફોન પર કામ કરવાનું બંધ કરી દેશે વૉટ્સએપમ -
Archos 53 PlatinumApple iPhone 5Apple iPhone 5cGrand S Flex ZTEGrand X Quad V987 ZTEHTC Desire 500Huawei Ascend DHuawei Ascend D1Huawei Ascend D2Huawei Ascend G740Huawei Ascend MateHuawei Ascend P1Quad XLLenovo A820LG EnactLG Lucid 2LG Optimus 4X HDLG Optimus F3LG Optimus F3QLG Optimus F5LG Optimus F6LG Optimus F7LG Optimus L2 IILG Optimus L3 IILG Optimus L3 II DualLG Optimus L4 IILG Optimus L4 II DualLG Optimus L5LG Optimus L5 DualLG Optimus L5 IILG Optimus L7LG Optimus L7 IILG Optimus L7 II DualLG Optimus Nitro HDMemo ZTE V956Samsung Galaxy Ace 2Samsung Galaxy CoreSamsung Galaxy S2Samsung Galaxy S3 miniSamsung Galaxy Trend IISamsung Galaxy Trend LiteSamsung Galaxy Xcover 2Sony Xperia Arc SSony Xperia miroSony Xperia Neo LWiko Cink FiveWiko Darknight ZT
WhatsApp લાવ્યું નવું સિક્યુરિટી ફીચર: જો તમને કોઈનું Status પસંદ નથી તો કરી શકો છો રિપોર્ટ
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp યુઝર્સને નવા નવા ફીચર્સ આપવા માટે સતત ઘણા ફેરફારો કરી રહ્યું છે. હવે, વોટ્સએપ વધુ એક નવું સિક્યોરિટી ફીચર બહાર પાડવાનું છે. આ ફીચરની મદદથી યુઝર્સને સ્ટેટસ અપડેટની જાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. વાસ્તવમાં, આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ કન્ટેન્ટ માટે લાવવામાં આવી રહ્યું છે. એટલે કે, જો કોઈ યુઝર સોશિયલ મીડિયાની શરતોનું ઉલ્લંઘન કરે છે અથવા અશ્લીલ સ્ટેટસ પોસ્ટ કરે છે, તો તે એકાઉન્ટ અને સ્ટેટસની જાણ કરી શકાય છે. જણાવી દઈએ કે WhatsAppએ હાલમાં જ Delete for Me વિકલ્પ માટે UNDO ફીચર બહાર પાડ્યું છે.
હવે સ્ટેટ્સને કરી શકાશે રિપોર્ટ
માહિતી અનુસાર, WhatsAppના નવા ફીચરથી યુઝર સ્ટેટસ સેક્શનના મેનૂમાં સ્ટેટસ અપડેટની જાણ કરી શકશે. એટલે કે, જો વપરાશકર્તાઓ કોઈ શંકાસ્પદ સ્ટેટસ અપડેટ જોશે જે મેસેજિંગ એપની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે, કોઈપણ ભડકાઉ અથવા અશ્લીલ સામગ્રી પોસ્ટ કરી રહ્યું છે, તો તેઓ WhatsAppની મધ્યસ્થ ટીમને તેની જાણ કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટસ અપડેટની જાણ કરવાની ક્ષમતાની હાલમાં ચકાસણી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેને WhatsApp ડેસ્કટોપ માટે રિલીઝ કરવામાં આવી શકે છે.
Delete for Me ફિચર પણ બહાર પડ્યું
WhatsAppએ હાલમાં જ Delete for Me ફિચર બહાર પાડ્યું છે. આ ફીચરની મદદથી અકસ્માતે ડીલીટ થયેલા મેસેજ પણ પાછા લાવી શકાય છે. ખરેખર, આ ફીચર Delete for Me વિકલ્પના અપડેટ દરમિયાન લાવવામાં આવ્યું છે. એટલે કે હવે યુઝર્સ ભૂલથી Delete for Me ઓપ્શન પર ટેપ કર્યા પછી પણ ડીલીટ થયેલા મેસેજને પાછા લાવી શકશે. વોટ્સએપના આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે ઘણી વખત આપણે ગ્રુપમાંથી મેસેજને ઉતાવળમાં ડિલીટ કરવા માટે Delete for Everyone ને બદલે Delete for Me ઓપ્શન પર ટેપ કરીએ છીએ.