Best Smartwatch under 1000: સ્માર્ટવૉચનો આજકાલ ક્રેઝ છે, બાળકોથી લઇને મોટાઓ સુધી, દરેક કોઇ સ્માર્ટવૉચ પહેરવા માંગે છે. વળી, કેટલાક તો વૃદ્ધો પણ આ સ્માર્ટવૉચના શોખીન છે. જો તમે પણ એક સારી સ્માર્ટવૉચ ખરીદવા માંગતા હોય અને તે પણ બજેટ કિંમતમાં તો તમારા માટે સ્ટૉરી ખુબ કામની છે. ખાસ વાત છે કે માર્કેટમાં હવે નૉઇસ કંપનીએ પોતાની લેટેસ્ટ સ્માર્ટવૉચ લૉન્ચ કરી દીધી છે, અને તે પણ માત્ર એક હજાર રૂપિયામાં જ નૉઇસે પોતાની NoiseFit Crew સ્માર્ટવૉચને લૉન્ચ કરી દીધી છે, જેને તમે 5 કલરમાં ખરીદી શકશો.
NoiseFit Crew સ્માર્ટવૉચની કિંમત -
નૉઇસ કંપનીએ પોતાની નૉઇસફિટ ક્રૂ સ્માર્ટવૉચને લૉન્ચ કરી દીધી છે. આ સ્માર્ટવૉચની કિંમત 1,499 રૂપિયા છે. જેન તમે જેટ બ્લેક, મિડનાઇટ બ્લૂ, અને સિલ્વર ગ્રે, ફૉરેસ્ટ ગ્રીન રૉજ પિન્ક કલર વેરિએન્ટમાં ખરીદી શકો છો. તમે સ્માર્ટવૉચને gonoise.com અને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.
NoiseFit Crew સ્માર્ટવૉચની ખાસિયત-
આ સ્માર્ટવૉચમાં તમને 1.38 ઇંચની ટીએફટી રાઉન્ડ ડિસ્પ્લે મળે છે. આ સ્માર્ટવૉચ થોડી રેટ્રૉ લૂક આપશે કેમ કે આ રાઉન્ડ શેપમાં આવે છે, રાઉન્ડ શેપ વાળી ઘડિયાળ પહેલા ખુબ લોકપ્રિય હતી. NoiseFit Crew બ્લૂટૂથ કૉલિંગને સપોર્ટ કરે છે અને એકવાર રીસેન્ટ 10 કૉલની હિસ્ટ્રી તમને બતાવી શકે છે. સ્માર્ટવૉચને ip68નું રેટિંગ મળ્યુ છે. સ્માર્ટવૉચ આઇઓએસ અને એન્ડ્રોઇડ બન્ને ડિવાઇસની સાથે આસાનીથી પેયરઅપ થઇ જાય છે.
NoiseFit Crewમાં તમને હેલ્થ ટ્રેકિંગ, મહિલાઓ માટે પીરિયડ્સ સાયકલિંગ ટ્રેકિંગ, 122 સ્પૉર્ટ્સ મૉડ, 100 થી વધુ વૉચ ફેસીસ મળે છે.
Smartwatch : સ્માર્ટ વોચ ખરીદશો કે નોર્મલ? જાણો બંનેના 4 ફાયદા ને 4 ગેરફાયદા
Smartwatch Buying Tips : જ્યારે તમે સ્માર્ટવોચ ખરીદો છો, ત્યારે તમને ઘણા ફાયદા થાય છે. તે તમારી દૈનિક પ્રવૃત્તિઓને સરળ બનાવે છે. આનાથી તમારા ઘણા કામ પળવારમાં થઈ જાય છે. બીજી તરફ સામાન્ય ઘડિયાળ માત્ર સમય જણાવવાનું કામ કરે છે. જ્યારે સ્માર્ટવોચ સમય જણાવવા સાથે અન્ય ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. સ્માર્ટવોચ સાથે તમારે ઘણા કાર્યો માટે સ્માર્ટફોનની પણ જરૂર નથી. અહીં અમે સ્માર્ટ વોચના કેટલાક ફાયદા અને ગેરફાયદા જણાવી રહ્યા છીએ.
સ્માર્ટવોચના કેટલાક ફાયદા
ફિટનેસ ટ્રેકિંગ: સ્માર્ટવોચ તમારી કસરત પ્રવૃત્તિ અને આરોગ્ય સંબંધિત ડેટાને ટ્રેક કરે છે. તે તમને ફિટ રહેવામાં મદદ કરે છે અને તમને સ્વસ્થ રહેવાની પ્રેરણા પણ આપે છે.
કોમ્યુનિકેશન: સ્માર્ટવોચ તમને તમારા સ્માર્ટફોન સાથે સંપર્ક કરવાની મંજૂરી આપે છે. જેમ કે કૉલ્સ, સંદેશા, ઈમેલ વગેરે.
નેવિગેશન: સ્માર્ટવોચ તમને નેવિગેશન દ્વારા તમારા ગંતવ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે. આ તમારા પ્રવાસ દરમિયાન તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
સૂચના: તમારા હાથમાં સ્માર્ટવોચ સાથે તમારે અપડેટ્સ તપાસવા માટે તમારા સ્માર્ટફોનને વારંવાર બહાર કાઢવાની જરૂર નથી. આમાં તમે તમામ જરૂરી સૂચનાઓ જુઓ છો.
સ્માર્ટવોચના કેટલાક ગેરફાયદા
બૅટરી લાઇફ: સ્માર્ટ વૉચની બૅટરી લાઇફ ઊંચી હોવા છતાં, હજી પણ બૅટરી ઝડપથી ખતમ થવાનું જોખમ રહેલું છે.
અકસ્માત: સ્માર્ટવોચમાં સ્ક્રીન કાચી હોવાને કારણે અને ફિટિંગ ન હોવાને કારણે તે સરળતાથી તૂટી જાય છે અથવા નુકસાન પામે છે.
સુરક્ષા: સ્માર્ટવોચ હેક થવાનું જોખમ છે.
વજન: કેટલીક સ્માર્ટ ઘડિયાળો ભારે હોઈ શકે છે, જે તેમને આખો દિવસ પહેરવામાં અસ્વસ્થતા લાવી શકે છે.
અમે આ સમાચારમાં સ્માર્ટવોચના ફાયદા અને ગેરફાયદા બંને વિશે જણાવ્યું છે. જો સ્માર્ટવોચની વિશેષતાઓ તમને આકર્ષિત કરે છે તો સ્માર્ટવોચ ખરીદવી તમારા માટે યોગ્ય રહેશે.