Continues below advertisement

Nothing Phone 3a Lite India Launch:Nothing Phone 3a Lite, જે પહેલાથી જ કેટલાક વૈશ્વિક બજારોમાં લોન્ચ થઈ ચૂક્યો છે, તે ભારતમાં આવવા માટે તૈયાર છે. આ ફોન 27 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ થશે અને ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ દ્વારા વેચવામાં આવશે. તે ભારતમાં વૈશ્વિક બજારો જેવા જ રંગ વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવશે, અને ડિઝાઇન યથાવત રહેવાની અપેક્ષા છે. આ ભારતમાં કંપનીનો 3a સીરિઝમાં નવુ એડિશન હશે.

Nothing Phone 3a Liteના ફીચર્સ

Continues below advertisement

ફોનમાં 6.77-ઇંચ Full-HD+ + ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે હશે. તે 120Hz ના એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3000 નિટ્સની પીક HDR બ્રાઇટનેસને સપોર્ટ કરશે. ગ્લોબલ માર્કેટમાં તેને ઓક્ટા-કોર 4nm મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રો ચિપ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો, અને તે જ પ્રોસેસર ભારતમાં પણ ઉપલબ્ધ થશે. આ પ્રોસેસરને 8GB RAM અને 256GB સ્ટોરેજ સાથે પેયર કરવામાં આવશે. તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ હશે, જે સ્ટોરેજને 2TB સુધી વધારવાની મંજૂરી આપે છે. ફોનમાં નથિંગ સિગ્નેચર Glyph Light ઇન્ટિકેટર પણ મળશે.        

કેમેરા અને બેટરી

ફોટા અને વીડિયો માટે, Phone 3a Lite રિયરમાં ટ્રિપલ કેમેરા યુનિટ હશે, જેમાં 50MP પ્રાઇમરી લેન્સ, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા હશે. ફ્રેન્ટમાં સેલ્ફી અને વીડિયો માટે 16MP લેન્સથી ઉપલબ્ધ છે. તેમાં 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 5W વાયર્ડ રિવર્સ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,000mAh બેટરી હશે.

કિંમત અને સ્પર્ધા

કંપનીના ટીઝરમાં જણાવાયું છે કે, આ ફોન કાળા અને સફેદ રંગના વિકલ્પોમાં આવશે. તેનું 8GB + 128GB વેરિઅન્ટ વૈશ્વિક સ્તરે લગભગ ₹25,600 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતમાં તેની કિંમત લગભગ સમાન હોવાની અપેક્ષા છે. તે ભારતીય સ્માર્ટફોન બજારમાં Samsung Galaxy A26 5G સાથે સ્પર્ધા કરશે. સેમસંગના સ્માર્ટફોનમાં Exynos 1380 પ્રોસેસર અને 5000mAh બેટરી છે. તેમાં પાછળના ભાગમાં 50MP + 8MP ડ્યુઅલ કેમેરા સેટઅપ અને આગળના ભાગમાં 13MP સેન્સર છે. તેની કિંમત ₹23,999 છે.