નવી દિલ્હી: ડીટીએચ અને કેબલના ગ્રાહકોને ટીવી ચેનલની પંસદગી કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા હવે ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનુ સબ્સક્રિપ્શન પણ બદલી શકશે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે.
રિપોર્ટ્સ પ્રમાણે, TRAIને લાગ્યું કે, નવી વ્યવસ્થા બાદ પણ ગ્રાહકોને વેબ પોર્ટલ પર પોતાની પસંદગીની ટીવી ચેનલ કે બુકે (Bouquets) પસંદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ટ્રાઈએ પોતાની Channel Selector App બનાવવાનો નિર્ણય કર્યો. જે Distributed Platform Operators પાસેથી સીધા ડેટા પ્રાપ્ત કરશે.
TRAI અનુસાર, આ એપ દ્વારા ગ્રાહકોએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે, જેનાથી તેની ઓળખ થશે. જો કોઈ પણ ગ્રાહકનો મોંબાઈલ નંબર તેના ડીટીએચ કે કેબલ ઓપરેટર પાસે રજિસ્ટર્ડ નથી તો તેની ટીવી પર ઓટીપી આવશે.
ગેજેટ 360ની રિપોર્ટ અનુસાર, આ એપની મદદથી ગ્રાહકો પોતાના સબ્સક્રિપ્શન સાથે જ ઓપરેટર દ્વારા આપવામાં આવેલા બુકે અને અન્ય ચેનલોને એક સાથે જોઈ શકાશે. તેની મદદથી તે બિનજરૂરી ચેનલોને પણ હટાવી શકશે.
DTH અને કેબલના ગ્રાહકો માટે TRAIએ લોન્ચ કરી App, હવે સરળતાથી બદલી શકાશે પોતાનું સબ્સક્રિપ્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2020 05:42 PM (IST)
TRAIની આ નવી એપ દ્વારા ડીટીએચ અને કેબલ ચેનલના ગ્રાહકોને એક જ જગ્યાએ તમામ ચેનલો અને બુકેની જાણકારી મળી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -