Instagram AI Feature: ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને ટૂંક સમયમાં એપ્લિકેશનમાં નવા AI ફિચર્સ મળશે. માર્ક ઝકરબર્ગની કંપની આવનારા સમયમાં પોતાના ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મમાં ઘણા ફેરફાર કરવા જઈ રહી છે. મેટા એઆઈનો ઉપયોગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપમાં વધુ સારી રીતે કરવામાં આવશે, જેથી યૂઝર્સના ઘણા કાર્યોને સરળ બનાવી શકાય. રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામમાં પણ આવું જ એક ફિચર આવી રહ્યું છે, જેમાં યૂઝર્સ AI દ્વારા પોતાની પ્રૉફાઇલ પિક્ચર બનાવી શકશે.

Continues below advertisement

કેટલાય ફિચર્સ હશે અપગ્રેડ ઇન્સ્ટાગ્રામના વડા એડમ મૉસેરીએ તાજેતરમાં સ્વચાલિત ફીડ રિફ્રેશિંગમાં મોટા ફેરફાર સહિત અનેક નવી સુવિધાઓની જાહેરાત કરી છે. આ સિવાય એપના યૂઝર ઈન્ટરફેસ અને અન્ય ફિચર્સને અપગ્રેડ કરવાની તૈયારીઓ છે. એક મોબાઈલ સૉફ્ટવેર ડેવલપર એલેસાન્ડ્રો પાલુઝીએ ઈન્સ્ટાગ્રામના આગામી ફિચર વિશે પૉસ્ટ કર્યું છે. પોતાની પૉસ્ટમાં એલેસાન્ડ્રોએ કહ્યું કે, Instagram એપના કોડમાં ક્રિએટ એન AI પ્રૉફાઇલ પિક્ચર દેખાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ટૂંક સમયમાં એપમાં AI દ્વારા પ્રૉફાઈલ પિક્ચર બનાવી શકાશે.

AI થી પ્રૉફાઇલ પિક્ચર જો કે ઇન્સ્ટાગ્રામના આ ફિચરની હજુ સુધી કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં તે કહેવું મુશ્કેલ છે કે, આ સુવિધા હજી સુધી રૉલઆઉટ કરવામાં આવી છે કે તે વિકાસના તબક્કામાં છે. ઈન્સ્ટાગ્રામમાં આ ફિચર મેટાના લાર્જ લેંગ્વેજ મૉડ્યૂલ (Llama) પર આધારિત હશે. રિપોર્ટ અનુસાર, Instagramનું આ ફિચર બે રીતે કામ કરશે, જેમાં યૂઝર્સ પોતાના ટેક્સ્ટનો ઉપયોગ કરીને AI ઇમેજ જનરેટ કરી શકશે અથવા તેઓ AIનો ઉપયોગ કરીને હાલની પ્રૉફાઇલ પિક્ચરને વધારી શકશે.

Continues below advertisement

ફેસબુક અને વૉટ્સએપની જેમ Instagram માં યૂઝર્સને Meta AI સુવિધા મળે છે, જેનો ઉપયોગ કરીને તેઓ તેમના ઘણા કાર્યો કરી શકે છે. Instagram માં આ AI ચેટબૉટનો ઉપયોગ એકલ અથવા જૂથ ચેટ માટે કરી શકાય છે. આ ઉપરાંત DM ને ફરીથી લખવા માટે AI રીરાઈટ ફિચર રજૂ કરવામાં આવ્યું છે. Instagram યૂઝર્સને આગામી અઠવાડિયામાં ઘણી નવી AI સુવિધાઓ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો

Tips: સૌથી વધુ લાઇક્સ-વ્યૂઝ મેળવવા માટે કયા સમયે શેર કરવી જોઇએ Instagram Reels, જાણી લો...