અત્યાર સુધી તમે ફેસ આઈડી દ્વારા તમારા સ્માર્ટફોન અથવા અન્ય ઉપકરણને અનલોક કરી રહ્યાં છો. હવે ટૂંક સમયમાં તમે ફેસ આઈડી વડે તમારું ઘર અનલોક કરી શકશો. Apple હવે એક નવી સ્માર્ટ હોમ ડોરબેલ બનાવી રહ્યું છે, જે એડવાન્સ ફેશિયલ રેકગ્નિશનથી સજ્જ હશે. તે ઘરના સ્માર્ટ હોમ લોક સાથે વાયરલેસ રીતે જોડાયેલ હશે અને ઘરના માલિક આવતાની સાથે જ તે તેમનો ચહેરો સ્કેન કરશે અને દરવાજો અનલોક કરશે.


 એપલ લોક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે હાથ મિલાવી શકે છે


હાલમાં, Apple તેના ઑનલાઇન સ્ટોર્સ પર ઘણા થર્ડ પાર્ટી  હોમકિટ લોક વેચે છે, પરંતુ ચહેરાની ઓળખ સાથેની ડોરબેલ એક નવી શરૂઆત હશે. કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ડોરબેલ ઘણા થર્ડ પાર્ટી હોમકિટ લૉક્સ સાથે ઈન્ટિગ્રેટ થઈ શકે છે. એવી અટકળો પણ છે કે એપલ આ માટે લોક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે ભાગીદારી કરી શકે છે.


 આ ડોરબેલ પર કામ હમણાં જ શરૂ થયું છે અને તે આવતા વર્ષ પછી જ શરૂ થવાની ધારણા છે. એપલ આમાં તેની નવી ઇન-હાઉસ નેટવર્કિંગ ચિપનો ઉપયોગ કરશે. એવી પણ અપેક્ષા છે કે, કંપની તેને અન્ય કોઈ બ્રાન્ડના નામ સાથે બજારમાં ઉતારી શકે છે જેથી ઘરોમાં ચોરી જેવી ઘટનાઓ વખતે Appleનું નામ સામે ન આવે


 એપલ સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સનું વિસ્તરણ કરશે


 Apple આવતા વર્ષે તેના સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સનું વિસ્તરણ કરશે. આ માટે કંપની એક નવું હોમ કંટ્રોલ ડિવાઇસ લોન્ચ કરશે. આની મદદથી ફેસટાઇમ કોલ પણ કરી શકાશે અને તેની સાઈઝ 6 ઈંચ હશે. તેની કિંમત પોસાય તેવી અપેક્ષા છે. તે દિવાલો પર સ્થાપિત કરી શકાય છે. આ Google Nest Hub જેવું હશે. તેની સાથે ગૂગલ એપલ ટીવી અને હોમપોડ મિનીને પણ અપડેટ કરી શકે છે. આ સિવાય, કંપની 2025માં ઓછી કિંમતના Apple Vision Proની નેક્સ્ટ જનરેશન લોન્ચ કરી શકે છે.