YouTubeનો આજે તમામ લોકો ઉપયોગ કરે છે. લોકો યુટ્યુબ પર તેમની મનપસંદ ફિલ્મો અને ગીતો સાંભળે છે. પરંતુ કેટલીકવાર ઇન્ટરનેટના અભાવને લીધે તમે YouTube પર વિડિયો જોઇ શકતા નથી. જો કે તમે ઇન્ટરનેટ વિના YouTube પર તમારા મનપસંદ વિડિયો જોઇ શકશો. યુટ્યુબ ઑફલાઇન વિડિયો સેવ કરવાની સુવિધા આપે છે.


ઑફલાઇન YouTube કેવી રીતે કાર્ય કરે છે?


મતલબ જ્યારે પણ તમે ઇન્ટરનેટની રેન્જમાં હોવ ત્યારે તમે તમારા ફોન પર વિડિયો ડાઉનલોડ કરી શકો છો અને પછી તેને ગમે ત્યારે જોઇ શકો છો. તેનાથી તમારો ઈન્ટરનેટ ડેટા ખત્મ નહીં થાય. ઉપરાંત, તમે ઇન્ટરનેટ વિનાના વિસ્તારોમાં YouTube વિડિયો જોઇ શકશો. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ભારતીયો દરરોજ વારંવાર ફક્ત પસંદ કરેલા ગીતો જ વગાડે છે. આવા યુઝર્સ માટે યુટ્યુબ વીડિયો ઓફલાઈન ચલાવવા એ સારો વિકલ્પ હોઈ શકે છે.


કેવી રીતે ઓફલાઇન યુ-ટ્યુબ વીડિયો જોશો?


-જે યુ-ટ્યુબ વીડિયોને ઓફલાઇન મોડમાં સેવ કરવા માંગો છો તેને તમે પ્લે કરો.


-ત્યારબાદ વિડિઓ પ્લે થયા પછી ડાઉનલોડ વિકલ્પ જોવા મળશે.


-તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.


-આ પછી તમે જે વિડિયોની ક્વોલિટીમાં યુ-ટ્યુબ વીડિયો સેવ કરવા માંગો છો તેનો ઓપ્શન આપવામાં આવશે.


-આમાંથી તમે તમારા ઇન્ટરનેટ ડેટા અથવા Wi-Fi અનુસાર Low (144P), Medium (360P), High (720P), Full HD (1080P) નો વિકલ્પ જોવા મળશે.


-જો કે, તે નોંધવું યોગ્ય રહેશે કે જો તમે વધુ હાઇ ક્વોલિટીમાં વીડિયો ડાઉનલોડ કરવા માંગો છો તો તમારા ઇન્ટરનેટ ડેટાનો ખર્ચ વધુ થશે. એકવાર તમે વિડિઓ ડાઉનલોડ કરી લો પછી તમે ઇન્ટરનેટ ડેટા વિના ગમે ત્યાં YouTube વિડિયો જોઇ શકશો.


-તમે કેટલા ઑફલાઇન YouTube વિડિયો સેવ કરી શકશો.


-ઑફલાઇન મોડમાં YouTube વિડિયો તમારા ફોન અથવા કમ્પ્યુટરના ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ થાય છે. મતલબ કે તમારા ફોનની સ્પેસ વપરાય છે. આ કિસ્સામાં તમે YouTube વિડિયો સેવ કરી શકો છો. શરત એટલી છે કે તમારા ફોનમાં સ્ટોરેજ હોવી જોઈએ.