નવી દિલ્હીઃ કોરોના મહામારીના (Covid-19) આ મુશ્કેલ સમયમાં વેક્સિનેશન અભિયાન (Vaccination Campaign) ઝડપથી ચાલી રહ્યું છે. 1લી મેથી 18થી 45 વર્ષના લોકોને વેક્સિન (Covid-19 Vaccine) આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ કેટલાય લોકોના મનમાં એ સવાલ છે કે વેક્સિન લેવા માટે જઇએ કઇ રીતે. મતલબ એ કઇ રીતે ખબર પડશે કે વેક્સિન (Covid-19 Vaccine) ક્યાં અપાઇ રહી છે, અને આના માટે શું કરવુ પડશે. જો તમારા મનમાં પણ આવો સવાલ ઉઠતો હોય તો ગભરાશો નહીં. અમારી પાસે તમારા આ સવાલોના જવાબ છે. 


મળશે વેક્સિનેશન સેન્ટરની જાણકારી.... 
તાજેતરમાં જ સરકારે ફેસબુકની સાથે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Center) જાણકારી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવી હતી. વળી હવે સરકારે આ સુવિધા હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર પણ આપવા જઇ રહી છે. આના લઇને MyGovએ ટ્વીટર પર જાણકારી શેર કરી છે. આમાં બતાવવામાં આવ્યુ છે કે લોકો કઇ રીતે WhatsApp થી તેમની આસપાસના વેક્સિનેશન સેન્ટર (Nearest Vaccination Center) વિશે જાણી શકશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે કોરોના વાયરસને લઇને ચેટબૉટની શરૂઆત કરી હતી. આના દ્વારા કોઇપણ કોરોના સંબંધિત જાણકારી પળમાં જ હાંસલ કરી શકય છે. વૉટ્સએપ (WhatsApp and Covid-19) પર યૂઝર્સને આ ડિટેલ્સ ફ્રીમાં મળશે.


આ રીતે મેળવો જાણકારી....
વેક્સિનેશનની જાણકારી હાંસલ કરવા માટે યૂઝર્સને 9013151515 નંબર પર Namaste લખીને સેન્ડ કરવુ પડશે. આ પછી ચેટબૉટ તમને ઓટોમેટિક રિસ્પૉન્ડ કરશે. આના દ્વારા પોતાના નજીકના કૉવિડ વેક્સિનેશન સેન્ટરની ડિટેલ્સ હાંસલ કરી શકો છો. આ માટે તમને અહીં છ અંકોનો પીનકૉડ પણ નાંખવો પડશે. 


આ રીતે કરવો રજિસ્ટ્રેશન....
વૉટ્સએપ પર આવેલા વેક્સિનેશન સેન્ટરના લિસ્ટની સાથે સાથે MyGovIndia ચેટ બૉક્સમાં તમને કૉવિડ-19 વેક્સિન રજિસ્ટ્રેશનની લિંક પણ મળશે, જે તમને ડાયરેક્ટ કૉવિડની વેબસાઇટ પર લઇ જશે. અહીં તમારે ફોન નંબર, ઓટીપી, અને આઇડી પ્રૂફ નંબર નાંખીને રજિસ્ટ્રેશન કરવુ પડશે.