Continues below advertisement

OnePlus 15R Vs Google Pixel 9a: OnePlus એ તેનું નવું "વેલ્યુ ફ્લેગશિપ", OnePlus 15R લોન્ચ કર્યું છે, જે ₹50,000 થી ઓછી કિંમતના સેગમેન્ટમાં ઝડપથી ચર્ચાનો વિષય બની ગયું છે. દરમિયાન, Google નું Pixel 9a શ્રેણીમાં કંપનીનું એન્ટ્રી-લેવલ ફ્લેગશિપ છે. બંને ફોન પ્રીમિયમ સુવિધાઓ પ્રોવાઇડ કરે છે, પરંતુ તમારા માટે કયો વધુ યોગ્ય છે? ચાલો તેમની વિગતવાર સમજીએ.

OnePlus 15R Vs Google Pixel 9a: ડિસ્પ્લે

Continues below advertisement

OnePlus 15R માં 6.83-ઇંચ 1.5K LTPS AMOLED ડિસ્પ્લે છે. જે 165Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. , ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન અને IP68, IP69 અને IP69K જેવા હાઇ લેવલ વોટર ડસ્ટિંગ રેટિંગ આપવામાં આવી છે. .

તો Pixel 9a में 6.3-ઇંચનું Full HD+ OLED પેનલ છે, જેનો રિફ્રે રેટ 120Hz સુઘી સીમિત છે. ડિસ્પેલ ક્વોલિટી અને મજબૂતીના કેસમાં OnePlus 15R સ્પષ્ટ રીતે અગ્રેસર છે.

OnePlus 15R Vs Google Pixel 9a: પ્રોસેસર

OnePlus 15R માં નવું Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે, જે તેને ગેમિંગ અને હેવી મલ્ટીટાસ્કીંગ માટે પૂરતું શક્તિશાળી બનાવે છે. તે અલગ Wi-Fi અને ટચ રિસ્પોન્સ ચિપ્સ સાથે પણ આવે છે, જે નેટવર્ક સ્પીડ અને સ્ક્રોલિંગ અનુભવને બહેતર બનાવે છે.

Pixel 9a માં Google નું Tensor G4 ચિપસેટ છે, જે AI ફીચર્સ માટે સારું છે પરંતુ કાચા પર્ફોમન્સના મામલામાં Qualcomm ના ફ્લેગશિપ પ્રોસેસરથી ઓછું પડે છે

બેટરી અને ચાર્જિંગમાં કોણ આગળ છે?

વનપ્લસ 15R માં 7,400mAh ની મોટી બેટરી છે, જે અત્યાર સુધીના કોઈપણ વનપ્લસ ફોનમાં સૌથી મોટી છે. તે 80W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

પિક્સેલ 9a માં 5,100mAh ની બેટરી છે અને તેમાં બોક્સમાં ચાર્જર શામેલ નથી. તેની ચાર્જિંગ સ્પીડ 23W વાયર્ડ અને 7.5W વાયરલેસ સુધી મર્યાદિત છે. બેટરી બેકઅપની દ્રષ્ટિએ OnePlus 15R સ્પષ્ટપણે આગળ છે.

OnePlus 15R Vs Google Pixel 9a: સોફ્ટવેર

OnePlus 15R, Android 16 પર આધારિત OxygenOS 16 સાથે આવે છે, જે AI Eraser, AI Pottery Glow, Mind Space અને અસંખ્ય કસ્ટમાઇઝેશન વિકલ્પો જેવી સુવિધાઓ આપે છે. કંપની ચાર વર્ષના OS અપડેટ્સ અને છ વર્ષના સુરક્ષા પેચનું વચન આપે છે.

Pixel 9aમાં ક્લિન અને સિંપલ Android મળે છે. સાથે જ સાત વર્ષ સુધી OS અને સિક્યુરિટી અપડેટ્સની ખાતરી આપે છે. Google ની AI ફીચર્સ સૌથી પહેલા સુવિધાઓ Pixel ફોન પર સૌપ્રથમ આવે છે, જે તેને ખાસ બનાવે છે.

OnePlus 15R Vs Google Pixel 9a: કિંમત

OnePlus 15Rની શરૂઆતની કિંમત 12GB રૈમ અને 256GB સ્ટોરેજ વેરિયન્ટ માટે 47,999 રાખવામાં આવી છે. લોન્ચ ઓફર્સની સાથે આ ફોન લગભગ 44,999 રૂપિયામાં મળે છે. બીજી તરફ, Pixel 9a, ₹49,999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો પરંતુ હવે તે સામાન્ય રીતે ₹42,000 થી ₹45,000 ની વચ્ચે વેચાય છે. હાલમાં, કિંમતની દ્રષ્ટિએ બંને ફોન લગભગ સમાન છે.

તમારા માટે કયો ફોન યોગ્ય છે?

જો તમે એવા પાવર યુઝર છો જેમને ગેમિંગ, મલ્ટીટાસ્કીંગ, મોટી બેટરી, ફાસ્ટ ચાર્જિંગ અને હાઇ-રિફ્રેશ-રેટ ડિસ્પ્લેની જરૂર હોય, તો OnePlus 15R વધુ સારો વિકલ્પ છે.

પરંતુ જો તમે લાંબા ગાળાના અપડેટ્સ, ક્લિન એન્ડ્રોઇડ અનુભવ અને ગૂગલની AI સુવિધાઓને પ્રાથમિકતા આપે છે. આ સાથે કોમ્પેક્ટ ફોનને પસંદ કરો છો તો Pixel 9a એક સમજદાર પસંદગી હોઈ શકે છે.