Dark Side Of Online Dating: અત્યારે દુનિયાભરમાં વેલેન્ટાઇન વીકની ઉજવણી ચાલી રહી છે, આ દરમિયાન લોકો પોતાના પાર્ટનર સાથે રહેવાનુ અને ફ્લર્ટ કરવાનુ વધુ પસંદ કરે છે, જોકે, ઘણા લોકો પાસે પાર્ટનર નથી હોતા, તેઓ ઓનલાઇન ડેટિંગ એક પછી મોબાઇલ ડેટિંગ એપમાં આની શોધ કરી રહ્યાં છે, પરંતુ શું તમે જાણો છો, આવી ઓનલાઇન ડેટિંગ તમને મોંઘી પડી શકે છે, તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. 


હાલના સમયમાં યુવા વર્ગની સાથે સાથે ઓલ્ડ એજના લોકો પણ આવી ઓનલાઇન ડેટિંગ એપ્સ સાથે ખુબ જોડાઇ રહ્યા છે. તો વળી બીજીબાજુ ગુનેગારોએ આ ડેટિંગ એપ્સને કોમ્યુનિકેશનનું માધ્યમ બનાવી દીધું છે. આ કારણોસર ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતી વખતે ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. જો તમે પણ કોઈપણ ડેટિંગ એપને અજમાવવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા ચોક્કસપણે જાણી લો ઓનલાઈન ડેટિંગની ડાર્ક સાઇડ વિશે... 


ઑનલાઇન ડેટિંગની ડાર્ક સાઇડ - 


1. સતામણીનો ભોગ બની શકો છો - 
હાલમાં જ કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે આ ડેટિંગ એપ્સ પર ઘણી મહિલાઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. આ ડેટિંગ એપ્સ પર તમામ ઉંમરની છોકરીઓને અપમાનજનક ભાષાનો સામનો કરવો પડ્યો છે. આંકડા દર્શાવે છે કે 18 થી 34 વર્ષની વય જૂથની 57 ટકા છોકરીઓએ પણ અશ્લીલ મેસેજનો સામનો કરવો પડ્યો છે.


2. આ ડેટિંગ એપ્સ કેવી રીતે કામ કરે છે ?
સોફ્ટવેર નિષ્ણાતો જણાવે છે કે આ એપ્સ પર લોકો ભાગ્યે જ તેમની સાચી માહિતી ભરે છે. તેથી, જો તમારી મેચ કોઈ પાર્ટનર સાથે થઈ રહી છે. તો પહેલા તેના વિશે થોડું જાણી લો. તેની સાથે તમારી બધી માહિતી શેર કરશો નહીં. ઓનલાઈન ડેટિંગ પછી રિલેશનશિપમાં આવવાની ઉતાવળ ન કરો. પહેલા તે વ્યક્તિને સમજો કારણ કે મેટ્રિમોનિયલ સાઇટ્સ અને ડેટિંગ એપ્સ પર આવા કૌભાંડો સામાન્ય છે.


ડેટિંગ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો -


1. જો કોઈ પૈસા માંગે તો સાવચેત રહો - 
જો કોઈ વ્યક્તિ તમને ઓનલાઈન ડેટિંગ પર મળે છે અને તે તમારી પાસેથી પૈસાની માંગણી કરે છે, તો તરત જ સાવધાન થઈ જાવ. પૈસા કમાવવાનો આ એક સરળ રસ્તો છે.


2. ઉતાવળ ટાળો - 
ઓનલાઈન એપ્સ પર ડેટિંગ કરતી વખતે ઉતાવળ ન કરો. પહેલા વ્યક્તિ વિશે થોડું જાણી લો. જ્યાં સુધી તમને સંપૂર્ણ વિશ્વાસ ન હોય ત્યાં સુધી તમારી અંગત વિગતો કોઈની સાથે શેર કરશો નહીં.


3. પ્રોફાઇલ પર ધ્યાન આપો - 
કોઈપણ પ્રોફાઇલ પસંદ કરતા પહેલા થોડું સંશોધન કરો. ઘણીવાર લોકો છેતરપિંડી કરવા માટે અનેક પ્રકારની પ્રોફાઈલ રાખે છે. લોકો આ એપ્સમાં પોતાના વિશે વધુ વિગતો આપતા નથી અને જ્યારે તેમને વિગતો વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ પ્રશ્નને ટ્વિસ્ટ કરે છે.