WFH job Scam: ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્કેમર્સ એટલે કે ફ્રોડ કરનારાઓ લોકોની લાચારીનો લાભ લઈને અલગ-અલગ રીતે લોકોને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન WFHની જોબ ઓફર કેરળની એક મહિલાને મોંઘી સાબિત થઈ અને તેણીએ 7 લાખ રૂપિયાથી વધુ ગુમાવ્યા હતાં. 


મંદિરા શર્મા નામની એક મહિલાએ મહિલાને ટેલિગ્રામ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે, www.ratingdsys.com નામની કંપની નોકરી ઓફર કરી રહી છે. શર્માએ મહિલાને નોકરી વિશે જણાવ્યું અને કહ્યું હતું કે, તેણે દરરોજ કેટલીક ઓનલાઈન સેવાઓને ખરીદવી પડશે અને તેના બદલામાં તેને પગાર મળશે. મહિલાને લાગ્યું કે કામ યોગ્ય છે, તેથી તે કામ કરવા રાજી થઈ ગઈ.


વધુ પૈસાનો લોભ ભારે પડ્યો


શરૂઆતમાં મહિલાને કામના બદલામાં પૈસા આપવામાં આવતા હતા. જેમ જેમ મંદિરા શર્માને લાગ્યું હતું કે, મહિલાને કામમાં વિશ્વાસ છે. તેણે મહિલાને એક જાળ હેઠળ કંપનીમાં પૈસા રોકાણ કરવા કહ્યું જેથી તે સારું વળતર મેળવી શકે. પીડિતાને સારી આવક જોઈતી હોવાથી તેણે અલગ-અલગ વ્યવહાર કરીને કુલ રૂ. 7.91 લાખ મહિલાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. મહિલાને રોકાણ પર 17,000 નો નફો પણ થયો. થોડા સમય પછી જ્યારે મહિલાએ પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે વેબસાઇટ બંધ થઈ ગઈ અને પછી મહિલાને લાગ્યું કે તે છેતરપિંડીનો શિકાર બની ગઈ છે. ત્યાર બાદ તે તરત જ મહિલાએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવી અને સમગ્ર ઘટના પોલીસને જણાવી.


આ રીતે તમારી જાતને રાખો સુરક્ષિત 


જો તમે નોકરી શોધી રહ્યા છો, તો વધુ સારું રહેશે કે તમે LinkedIn, Naukri.com, Indeed વગેરે જેવા વિશ્વસનીય પ્લેટફોર્મ પર અરજી કરો. જો તમે પણ અન્ય કોઈ પ્લેટફોર્મ પર અરજી કરી રહ્યા છો, તો પહેલા સામેની વ્યક્તિ અને કંપની વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરો. ત્યાર બાદ જ કોઈ નિર્ણય લો. જો તમે ઇચ્છો તો તમે ગૂગલની મદદ પણ લઇ શકો છો અને એમ્પ્લોયર વિશે તમામ બાબતો જાણી શકો છો.


Hybrid Work Model: ન ઓફિસ, ન વર્ક ફ્રોમ હોમ.....ભારતીયોને આ રીતે કામ કરવું ગમે છે


કોરોના મહામારી પછી લોકોની કામ કરવાની રીતમાં ઘણો બદલાવ આવ્યો છે. આ પછી સમગ્ર વિશ્વમાં ઘરેથી કામ કરવાની સંસ્કૃતિ ઝડપથી વધી. જો કે, દરેકને આ નવી વર્ક કલ્ચર બહુ ગમતું નથી. તાજેતરના સર્વે અનુસાર, રોજિંદા ઘરેથી કામ કરવાની અથવા ઓફિસથી કામ કરવાની બંને પદ્ધતિઓ પસંદ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે


અઠવાડિયામાં આટલા દિવસો ઓફિસ જવાનું ગમે છે


પ્રોપર્ટી કન્સલ્ટન્ટ CBRE ઇન્ડિયાએ તાજેતરમાં આ સંદર્ભે એક સર્વે (CBRE India Survey) કર્યો હતો. આ પછી ફર્મે વોઈસ ફ્રોમ ઈન્ડિયા નામનો અહેવાલ બહાર પાડ્યો: ભવિષ્યમાં લોકો કેવી રીતે જીવશે, કામ કરશે અને ખરીદી કરશે? આ સર્વેમાં 1500 થી વધુ લોકોના સેમ્પલ સાઈઝ રાખવામાં આવ્યા હતા. સર્વેમાં મોટાભાગના લોકોને હાઇબ્રિડ મોડલ પસંદ આવ્યું હતું. લગભગ 70 ટકા લોકોએ કહ્યું કે તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ઓફિસ જવા માગે છે અને બાકીના દિવસોમાં ઘરેથી કામ કરવા માગે છે.