5G Service: નેટવર્ક ઇન્ટેલિજન્સ કંપની Ooklaએ ટેલિકૉમ કંપનીના 2023 ના એક્સપેક્ટેડ ટ્રેન્ડ્સનું એક લિસ્ટ તૈયાર કર્યુ. Ookla પોતાની ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ સર્વિસ માટે જાણીતી છે. પોતાના રિપોર્ટમાં કંપનીએ ફાસ્ટ મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ અને 5Gને રૉલઆઉટ વધારવાની ભવિષ્યવાણી કરી છે. Ookla ની સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સ ડેટા પાસેથી એ વાત સામે આવી છે કે, ભારતમાં મોબાઇલ ડેટા સ્પીડ છેલ્લા 12 મહિનામાં વધી છે. ડેટા બતાવે છે કે, નવેમ્બર, 2022 માં એવેરેજ ડાઉનલૉડ સ્પીડ 18.26 એમબીપીએસ હતી, અને નવેમ્બર, 2021 માં 14.39 એમબીપીએસ હતી, આ ઉપરાંત ભારત સ્પીડટેસ્ટ ગ્લૉબલ રેન્કિંગમાં સાત લેવલ ચઢીને નવેમ્બર 2021 માં 112માં સ્થાનથી નવેમ્બર 2022 માં 105માં સ્થાન પર પહોંચી ચૂક્યા છે.
આટલા લોકો 5જીમાં કરવા માંગે છે અપગ્રેડ -
Ookla કન્ઝ્યૂમર સર્વે અનુસાર, 89% લોકોએ પોતાના નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવાનો ઇરાદો કર્યો છે. જ્યારે માત્ર 2% લોકો આવુ નથી કરવા માંગતા. આ ઉપરાંત સ્પીડટેસ્ટ ઇન્ટેલિજન્સના ડેટાથી જાણવા મળ્યુ છે કે, 5જી ડાઉનલૉડ સ્પીડની એક વાઇડ રેન્જ છે, જે 16.27 એમબીપીએસથી લઇને 809.95 એમબીપીએસ સુધીની છે. Ookla ના અનુસાર, જેમ કે નેટવર્ક કૉમર્શિયલ સ્ટેજમાં આવશે, આ સ્પીડ વધુ સ્ટેબલ થઇ જશે.
આટલા શહેરોમાં પહોંચ્યુ 5G -
ટેલિકૉમ ઓપરેટર્સ 5G સ્પેક્ટ્રમ હરાજી બાદ 5G સેવાઓને રૉલઆઉટ કરવામાં જોરશોરથી લાગી છે. Ookla ના 5G કવરેજ મેપ અનુસાર, Jio એ 5G નેટવર્કને 20 જગ્યાઓ પર શરૂ કરી દીધુ છે. વળી, એરટેલ (Airtel) ની સેવા 15 સ્થાનો પર ઉપલબ્ધ છે.
Ooklaના કન્ઝ્યૂમર સર્વેમાં આટલા લોકોએ આવું કહ્યું -
48% લોકોએ કહ્યું કે, તે પોતાના વિસ્તારમાં આવતા જ 5G ને અપગ્રેડ કરવા વિશે વિચારી રહ્યાં છે, આ ઉરપરાંત તેમને કહ્યું કે, જો આવશ્યક થશે તો તે અન્ય લોકોને પણ સ્વીચ કરવા માટે રિકમન્ડ કરી શકે છે.
લગભગ 20% લોકોએ કહ્યું કે જેવું તેમનો પ્રૉવાઇડર 5જીની રજૂઆત કરશે, તે 5G પર સ્વિચ કરી દેશે. 14% ટકા લોકોએ કહ્યું તેમની પાસે 5જી એનેબલ ફોન છે. દેશમાં તમામ ટેલિકૉમ કંપનીઓ ધીમે ધીમે પોતાના 5જી નેટવર્કને વધુ મજબૂત કરી રહી છે.