Tech Mahindra CEO CP Gurnani : ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાનીએ OpenAIના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનની ચેલેન્જ સ્વીકારી લીધી છે. ઓલ્ટમેને તાજેતરમાં કહ્યું હતું કે, ભારતીય કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વિકાસ પર તેમના સિલિકોન વેલી સમકક્ષો સાથે સ્પર્ધા કરી શકે નહીં. સેમ ઓલ્ટમેન હાલ ભારત સહિત છ દેશોના પ્રવાસે છે.
રાજન આનંદને પ્રશ્ન પૂછ્યો
અહેવાલ અનુસાર, ભારતની મુલાકાતે આવેલા ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનને એક ઈવેન્ટમાં ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના ગુગલના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ રાજન આનંદને પૂછવામાં આવ્યું હતું કે, શું ભારત ChatGPT જેવા AI ડિવાઈસને વિકસાવી શકે છે? તેનું ઉત્પાદન કરી શકે? આનંદને પૂછ્યું હતું કે, અમને ભારતમાં એક લાઈવ ઇકોસિસ્ટમ મળી છે. અમે ખાસ કરીને AI પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, શું એવી કોઈ જગ્યાઓ છે જ્યાં તમે ભારતમાં સ્ટાર્ટઅપને પાયાનું મોડલ બનાવતા જોશો? આપણે તેના વિશે કેવી રીતે વિચારવું જોઈએ? ભારતમાં એક ટીમ ખરેખર નિર્માણ કરવાનું શરૂ કરે છે?
ઓલ્ટમેને આપ્યો આ જવાબ
આનંદનના સવાલ પર સેમ (સેમ ઓલ્ટમેન)એ કહ્યું હતું કે, AI જે રીતે કામ કરે છે, ટ્રેનિંગ ફાઉન્ડેશન મોડલ પર અમારી સાથે સ્પર્ધા કરવી સંપૂર્ણપણે નિરાશાજનક છે, તમારે પ્રયાસ ન કરવો જોઈએ. જો કે કોઈ પણ પ્રયાસ કરવો એ તમારું કામ છે. પરંતુ મને આ બાબત ખૂબ જ નિરાશાજનક લાગી રહ્યું છે. તેના પર ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાનીએ ટ્વીટ કરીને ઓલ્ટમેનનો જવાબ આપ્યો અને કહ્યું હતું કે, આ પડકાર સ્વીકારવામાં આવે છે.
ઓલ્ટમેન પીએમ મોદીને પણ મળ્યા
ઓલ્ટમેન (OpenAI CEO સેમ ઓલ્ટમેન) પણ ગુરુવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને AI (Artificial Intelligence)ના આંતરરાષ્ટ્રીય નિયમનની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી. ભારત માટેના તેમના આયોજન અંગે તેમણે કહ્યું હતું કે, તેઓ ભારતમાં સ્ટાર્ટઅપ્સને પહેલા ભંડોળ આપશે. ઓલ્ટમેને કહ્યું હતું કે, તેઓ ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ્સને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે ભારતીય સ્ટાર્ટઅપ્સની ક્ષમતા માટે હંમેશા આશ્ચર્યચકિત અને આભારી છીએ.
OpenAI : દુનિયામાં તરખાટ મચાવનાર OpenAIના CEO PM મોદીને મળશે, ભારતને લઈને કહ્યું કે...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી પ્લેટફોર્મ OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન બુધવારે ભારત પહોંચ્યા હતા. ઓલ્ટમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. CEOએ ભારતમાં ChatGPTના ઉત્સાહ અને સ્વીકૃતિ પર ખુશી વ્યક્ત કરી હતી. ધ ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, ઓલ્ટમેન (OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન)એ કહ્યું હતું કે, ભારતે સાચા અર્થમાં ચેટજીપીટી અપનાવી છે. અહીં યુઝર્સે તેને ખૂબ જ ઝડપથી અપનાવી લીધું છે.