નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની Oppo બહુ જલ્દી ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo A16 લૉન્ચ કરી શકે છે. આ ફોન ભારત સહિત કેટલાય દેશોમાં લિસ્ટ કરી દેવામા આવ્યો છે. આ ફોનની કિંમત 15000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. ફોનમાં 5000mAhની બેટરી ઉપરાંત ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જાણો શું છે આ ફોનમાં ખાસિયતો...... 


સંભવિત સ્પેશિફિકેશન્સ.....
Oppo A16એ લૉન્ચ પહેલા લીક થયેલા સ્પેશિફિકેશન્સ અનુસાર, આ ફોનમાં 6.5 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ColorOS 11.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. સાથે આમાં 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000mAhની બેટરી મળી શકે છે.


કેમેરા......
Oppo A16 ફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 16 મેગાપિક્સલનો હશે. વળી 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવી શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે.


Realme C25s સાથે થશે ટક્કર....
Oppo A16નો ભારતમાં મુકાબલો Realmeના નવા C25s સ્માર્ટફોન સાથે થશે. આ ફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે મળશે, જેનુ રિઝૉલ્યૂશન 720x1600 પિક્સલનુ હશે. પરફોર્મન્સ માટે આ ફોનમા મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસર મળશે. આ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત Realme UI 2.0 પર કામ કરશે. Realme C25માં મીડિયાટેક હીલિયો G70 પ્રૉસેસર મળે છે. વળી રેગ્યૂલર યૂઝ માટે આ બન્ને પ્રૉસેસર સારા માનવામાં આવે છે. ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેમાં પહેલો લેન્સ 48 મેગાપિક્સલનો છે. જ્યારે બીજો લેન્સ 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર અને ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર હશે. 


Oppoનો સસ્તો 5G ફોન લૉન્ચ, માત્ર 35 મિનીટમાં થઇ જશે ફૂલ ચાર્જ


ઓપ્પોએ (Oppo) નવો ઓપ્પો કે9 5જી (Oppo K9 5G) સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. આ ફોન Oppo K7 5Gનુ અપગ્રેડેડ વર્ઝન છે, જેને ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ એક મિડ રેન્જનો શાનદાર 5G સપોર્ટ વાળો ફોન છે. આ ફોન 'K' સીરીઝનો પહેલો 5G ફોન છે. આમાં મિડરેન્જ ચિપસેટ અને 65Wનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામા આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 5 મિનીટમાં તમને 2 કલાકનો બેટરી બેકઅપ મળશે. આ ફોનના કેમેરા શાનદાર છે. આમાં ક્વાડ કેમેરા સેટઅપની સાથે 64MPનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે.