નવી દિલ્હીઃ ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ (Oppo) પોતાના ફોન ઓપ્પો A53 5Gની (Oppo A53 5G) કિંમતમાં ધરખમ ઘટાડો (Oppo A53 5G Price Reduced) કરી દીધો છે. આ ફોનની કિંમતમાં સારો એવો કાપ મુક્યો છે. ભારતમાં Oppo A53ને 12,990 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન પર લગભગ 2500 રૂપિયાનો ઘટોડ કરવામાં આવ્યો છે. આના 6GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 15,490 રૂપિયા છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોનને 12990 રૂપિયામાં ખરીદી શકાય છે. આના 4GB રેમ વાળા મૉડલ પર 2000 રૂપિયા ઓછા કરવામા આવ્યા છે. 


સ્પેશિફિકેશન્સ......
ઓપ્પો એ53 5જી (Oppo A53 5G) સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટ અને 120Hz ટચ સેમ્પલિંગ રેટની સાથે 6.5- ઇંચ ફૂલ-HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,400 પિક્સલ છે. ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ ColorOS 7.2 પર કામ કરે છે. આ ફોન ઓક્ટાકોર MediaTek Dimensity 720 પ્રૉસેસર વાળો છે. ઓપ્પોના આ ફોનમાં 6GB સુધી રેમ અને 128GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. 


કેમેરા અને બેટરી....
ફોટોગ્રાફીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેનો પ્રાઇમરી કેમેરો 16 મેગાપિક્સલનો છે. વળી 2 મેગાપિક્સ મેક્રો કેમેરા અને 2 મેગાપિક્સલ પોટ્રેટ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યા છે. પાવર માટે ફોનમાં 4,040mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. 


કનેક્ટિવિટી ફિચર્સ.....
Oppo A53 5Gમાં કનેક્ટિવિટી માટે 5G, ડ્યૂલ બેન્ડ વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ 5.1, જીપીએસ અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે. ફોનનુ વજન 175 ગ્રામ છે. આમા સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. 


ઓપ્પોનો આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં રિયલમીના રિયલમી 8 5જીને જોરદાર ટક્કર આપશે. આ ફોનની કિંમત 14999 રૂપિયાથી શરૂ થાય છે.