Oppo A79 5G Launch: સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક સ્પેશ્યલ સ્માર્ટફોનની એન્ટ્રી થઇ ગઇ છે. ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની Oppoએ થોડા સમય પહેલા ભારતમાં પોતાનો ફ્લિપ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. કંપનીએ બજારમાં ત્રિપલ કેમેરા સેટઅપ સાથેનો વિશ્વનો પ્રથમ ફ્લિપ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. હવે ગઈકાલે Oppo એ ભારતમાં બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે જેની કિંમત 19,999 રૂપિયા છે. કંપનીએ Oppo A79 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે જેને તમે ફ્લિપકાર્ટ, Oppoની ઓફિશિયલ વેબસાઇટ અને ઑફલાઇન સ્ટૉર્સ પરથી ખરીદી શકો છો.


ઓફર્સ - 
કંપની આ સ્માર્ટફોન સાથે કેટલીક ઓફર્સ પણ આપી રહી છે. જો તમે આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ કાર્ડ્સ, કોટક બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા ક્રેડિટ કાર્ડ, એયુ ફાયનાન્સ બેંક અને વન કાર્ડ દ્વારા સ્માર્ટફોન ખરીદો છો, તો તમને 4,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. વળી, કંપની 9 મહિના સુધી નૉ કૉસ્ટ EMI ઓપ્શન પણ ઓફર કરી રહી છે. જો તમે તમારો જૂનો Oppo ફોન એક્સચેન્જ કરો છો, તો કંપની તમને 4,000 રૂપિયાનું અલગ ડિસ્કાઉન્ટ આપશે.


સ્પેક્સ  
સ્પષ્ટીકરણો વિશે વાત કરીએ તો, ફોનમાં તમને 90Hz ના રિફ્રેશ રેટ અને પંચ હૉલ કેમેરા સાથે 6.72 ઇંચની FHD+ ડિસ્પ્લે મળે છે. Oppo A79 5Gમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે જેમાં 50MP AI કેમેરા અને 2MP પૉટ્રેટ કેમેરા છે. ફ્રન્ટમાં સેલ્ફી માટે 8MP કેમેરા છે. આ સ્માર્ટફોન MediaTek 6020 SoC પર કામ કરે છે અને તેમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ છે.


તમે લીલા અને કાળા રંગના ઓપ્શનોમાં Oppo A79 5G ખરીદી શકો છો. આ સ્માર્ટફોનમાં 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી છે.


Oneplus Open પણ થયો લૉન્ચ 
OnePlus એ ભારતમાં તેનો પહેલો ફૉલ્ડેબલ ફોન લૉન્ચ કર્યો છે. તેનું વેચાણ 27 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. આમાં તમને 48+48+64MPના ત્રણ કેમેરા મળશે. આ સ્માર્ટફોન Snapdragon 8 Gen 2 SOC પર કામ કરે છે અને તેમાં 4,805 mAh બેટરી છે.