નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પો (Oppo)એ પોતાનો નવો લેટેસ્ટ સ્માર્ટફોન ઓપ્પો એફ19 (Oppo F19)ને લૉન્ચ કરી દીધો છે. આને F સીરીઝ અંતર્ગત માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આ ફોનની ખાસિયત આનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ (Fast charging support) છે. આમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોનમાં ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલનો કેમેરો (Best Camera) આપવામાં આવ્યો છે. જાણો શું છે આની કિંમત ને સ્પેશિફિકેશન્સ....


આ છે કિંમત ને ઓફર...
ઓપ્પો એફ19 (Oppo F19)ને ભારતમાં 18,990 રૂપિયાની કિંમત સાથે માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તમે આને પ્રી-ઓર્ડર પણ કરી શકો છો. ઓપ્પોના (Oppo F19 Price) આ ફોનની પહેલી સેલ 9 એપ્રિલે થશે. આમાં કેટલીય મોટી બેન્કોના ક્રેડિટ કાર્ડ પર ફ્લેટ 7.5 ટકાનુ કેશબેક ગ્રાહકોને ઓફર કરવામાં આવી રહ્યું છે. 


સ્પેશિફિકેશન્સ.....
ઓપ્પો એફ19 (Oppo F190 ફોનમાં 6.43 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં પંચ હૉલ કટઆઉટ મળશે. આમાં સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ કલર ઓપરેટિંગ સિસ્ટમ 11.1 પર કામ કરે છે. આ ફોન ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 662 પ્રૉસેસર છે, આમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. 


કેમેરા....
ફોટોગ્રાફી માટે ઓપ્પો એફ19 (Oppo F19) ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે. સાથે જ ફોનમાં 2 મેગાપિક્સલના બે અન્ય કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આવ્યો છે. 


મળસે દમદાર બેટરી...
પાવર માટે Oppo F19માં 5000mAhની બેટરી આપવામાં આવશે. જે 33Wના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવશે. કંપનીનો દાવો છે કે ફોનને પાંચ મિનીટમા ચાર્જ કરીને સાડા પાંચ કલાક સુધી કૉલિંગ અને બે કલાક યુટ્યૂબ ચલાવી શકાશે. ફોન ઇનબિલ્ડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉક ફિચર વાળો છે.