Oppo Reno 10 Series Launch Date: ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પો બહુ જલદી એક નવો અને હાઇટેક સ્માર્ટફોન લઇને માર્કેટમાં આવી રહી છે. રિપોર્ટ છે કે, ઓપ્પો કંપની પોતાની નવી અપકમિંગ Oppo Reno 10 મહત્વની સ્માર્ટફોન સીરીઝમાં લૉન્ચ કરવા જઇ રહી છે, કંપનીએ આ સીરીઝના લૉન્ચની પુષ્ટિ કરી છે. જોકે લૉન્ચની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. લૉન્ચ પહેલા કંપની દ્વારા આ સીરીઝની કેટલીક ડિટેલ્સ શેર કરવામાં આવી છે. Oppo આ સીરીઝ અંતર્ગત 3 સ્માર્ટફોન લૉન્ચ કરશે જેમાં Oppo Reno 10, Oppo Reno 10 Pro અને Oppo Reno 10 Pro+ સામેલ છે. આ વખતે કંપની આ સીરીઝમાં ટેલિફોટો લેન્સ આપવા જઈ રહી છે, જે આ સીરીઝની યૂએસપી રહેવાની છે. 


મળશે ત્રિપલ કેમેરા સેટઅપ  -
ઓપ્પો કંપનીએ પોતાના અપકમિંગ સ્માર્ટફોન સીરીઝને લઇને કહ્યું - ઓપ્પો રેનો 10 પ્રો+માં 3x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરતા પેરીસ્કોપ લેન્સ હશે, વળી, ઓપ્પો રેનો 10 અને ઓપ્પો રેનો 10 પ્રૉને 64MP ટેલિફોટો કેમેરા સાથે ત્રિપલ કેમેરા સેટઅપ મળશે. ઓપ્પોએ કહ્યું કે- તે ઉદ્યોગનો સૌથી વધુ મેગાપિક્સેલ ટેલિફોટો પૉટ્રેટ કેમેરા છે જે 1/2-ઇંચ ઇમેજ સેન્સર દ્વારા સપૉર્ટેડ છે અને તે લોકોને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે પૉટ્રેટ કેપ્ચર કરવાની મંજૂરી આપે છે. સાથે આમાં OIS સપોર્ટ અને 120x હાઇબ્રિડ ઝૂમ પણ અવેલેબલ છે. ટેલિફોટો ઉપરાંત ફોનમાં 50MP પ્રાથમિક કેમેરા અને 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા પણ હશે. લોકોને ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 32MP કેમેરા મળશે.


ફ્લિપકાર્ટ લિસ્ટિંગ અનુસાર, ફોન સ્લીક પ્રૉફાઇલ અને કર્વ્ડ ડિસ્પ્લે સાથે આવશે. Oppo Reno 10 Pro Plus માં Qualcommના Snapdragon 8+ Gen 1 ને સપૉર્ટ કરી શકાય છે.


આગામી મહિને આટલા ફોન થશે લૉન્ચ- 
Motorola Razr 40 સીરીઝ- 3 જુલાઇ
IQOO Neo 7 Pro 5G- 4 જુલાઇ 
Oneplus Nord 3 અને Nord CE 3 5G- 5 જુલાઇ (ગ્લૉબલી) 
Nothing Phone 2- 11 જુલાઇ 
Samsung Galaxy M34 5G- 26 જુલાઇ (લીક્સ) 
Realme Narzo 60 5G- જુલાઇ સેકન્ડ વીક (લીક્સ)


 










-


 


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial