Oppo Reno Series: ભારતીય યુઝર્સ પણ ટૂંક સમયમાં રેનો 12 સીરીઝનો ઉપયોગ કરી શકશે. વાસ્તવમાં, ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો હવે ભારતમાં તેની રેનો 12 સીરીઝને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. ગયા મહિને જ કંપનીએ રેનો 12 અને રેનો 12 પ્રો લોન્ચ કર્યા હતા. કંપનીએ નવા સ્માર્ટફોનમાં ઘણા AI ફીચર્સ પણ આપ્યા છે. જેમાં AI બેસ્ટ ફેસ, AI ઈરેઝર 2.0, AI સ્ટુડિયો અને AI ક્લિયર ફેસ જેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર્સવાળા કેમેરા આપવામાં આવ્યા છે. જેથી ફોટોગ્રાફીમાં પણ સારું પરિણામ મડશે.
કંપની ના કહેવા પ્રમાણે AI ઇરેઝર યુઝર્સના ઘણા કામમાં આવવાનું છે. આ ટૂલની મદદથી યુઝર્સ પોતાના ફોટાના બેગ્રાઉન્ડને ક્લિયર કરી શકશે. આ સિવાય આ ફીચર 98 ટકા સુધી ઈમેજ રેકગ્નિશન એક્યુરસી પણ આપે છે.
રોજિંદા AI કમ્પેનિયન AI ટૂલબોક્સ હસે ઉપલબ્ધ
આ સિવાય ઓપ્પો યુઝર્સને એવરીડે એઆઈ કમ્પેનિયન એઆઈ ટૂલબોક્સનું ફીચર પણ આપી રહ્યું છે, જે ગૂગલના જેમિની મોડલ જેવુ જ કામ કરશે. તેની મદદથી લેખો અને મેસેજો લખવા તેમજ બનાવવાનું સરળ બનશે. આ સિવાય તેમાં AI LinkBoost પણ ઉમેરવામાં આવ્યું છે, જે નબળા નેટવર્ક્સમાં કનેક્ટિવિટી વધારશે.
Reno 12 સીરિઝની ખાસિયતો
Oppoની Reno 12 સિરીઝમાં 120 Hz રિફ્રેશ રેટ અને 1200 nits પીક બ્રાઇટનેસ સાથે 6.7-ઇંચ FHD+ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek ડાયમેન્સિટી 7300 સિસ્ટમ-ઓન-ચિપ પ્રોસેસરની સાથે 12GB સુધીની LPDDR4x રેમ ઉપલબ્ધ હશે. જો આપણે કેમેરાના રૂપરેખાંકન વિશે વાત કરીએ, તો તે 50-મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા સેન્સર અને 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2-મેગાપિક્સલ મેક્રો યુનિટ સાથે જોડાયેલ હશે. જે ફોટોગ્રાફર્સને સારી રીતે ઉપયોગમાં આવી શકશે.
આગળ વાત કરીએ તો ફોનમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન પણ ઉપલબ્ધ હશે. ફ્રન્ટમાં તમને 32MP કેમેરા સેન્સર જોવા મળશે. જો આપણે બેટરી વિશે વાત કરીએ તો તેમાં 5,000 mAhની બેટરી હશે જે 80W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સાથે તમને ઝડપી ચાર્જ કરવામાં મદદ કરશે. આ ફોનના કરલ ની વાત કરીએ તો આ ફોન યુઝર્સને એસ્ટ્રો સિલ્વર, સનસેટ પિંક અને મેટ બ્રાઉન કલર ઓપ્શનમાં જોવા મળશે. જ્યારે Oppo Reno 12 Pro નેબ્યુલા સિલ્વર, સનસેટ ગોલ્ડ અને સ્પેસ બ્રાઉન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે.