નવી દિલ્હીઃ પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે આજે પણ તમારુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યુ, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો હજુ સુધી ના કરાવ્યુ હોય તો આજે કરાવી લો.પહેલા આની સમયસીમા 30 જૂન 2020 હતી, જેને વધારીને સરકારે 31 માર્ચ 2021 કરી દીધી હતી. જાણો પાન અને આધારને લિંક ના કરાવવા પર શું શું પ્રૉબ્લમ આવી શકે છે. સાથે જાણીએ આને કઇ રીતે ઘરે બેઠા બેઠાં લિંક કરાવી શકાય છે. 


આ આવશે પ્રૉબ્લમ....
જો તમારુ પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક નથી તો તમારુ પાન કાર્ડ આગામી મહિને ડિએક્ટિવેટ થઇ જશે, અને જો તમે પછીથી આને લિંક કરાવો છો તો તમારે 1000 રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવી પડશે. આ ઉપરાંત તમારા બેન્કના પણ કેટલાય કામો અટકી જશે. પાન-આધાર લિંક ના થવાથી તમે 50000 રૂપિયાથી વધુની લેવડદેવડ નહીં કરી શકો. આ ઉપરાંત મ્યૂચ્યૂઅલ ફંડ, ડીમેટ એકાઉન્ટ ખોલવા અને નવુ બેન્ક એકાઉન્ટ ખોલવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.


નહીં વધે ડેડલાઇન....
કેન્દ્ર સરકારે કેટલીય વાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની ડેડલાઇનને લંબાવી ચૂકી છે. પહેલા આની લાસ્ટ ડેટ 30 જૂન, 2020 હતી, જેના લંબાવીને 31 માર્ચ, 2021 કરી દેવામાં આવી હતી. વળી હવે આને આગળ લંબાવવાની આશા ઓછી જ છે. એક્સપર્ટ્સનુ માનવુ છે કે બજેટ પ્રસ્તાવ 1લી એપ્રિલ, 2021થી લાગુ થશે. આવામાં ડેડલાઇન લંબાવવાની આશા બહુજ ઓછી છે. 


આ રીતે પાન કાર્ડને આધારથી કરો લિંક....
જો તમે તમારા પાન કાર્ડથી આધારને લિંક કરવા માંગતા હોય તો તમારે તમારા મોબાઇલ નંબરથી UIDPAN <12-digit Aadhaar> <10-digit PAN> ટાઇપ કરીને 567678 કે 561561 પર મેસેજ મોકલવો પડશે. આ પછી તમારો પાન આધારથી લિંક થવાની સૂચના મળી જશે. 


વેબસાઇટ પર જઇને આ રીતે કરો લિંક....
ઇનકમ ટેક્સની વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in પર જાઓ. અહીં તમારી સામે એક હૉમ પેજ ખુલશે, હૉમ પેજ પર તમારે Link Aadhaarનુ ઓપ્શન દેખાશે. તમે આના પર ક્લિક કરો.
આ પછી તમારે તમારો પાન નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી જાણકારીઓ ભરવાનો ઓપ્શન દેખાશે. 
પુરેપુરી ડિટેલ ભર્યા બાદ કેપ્ચા કૉડ નાંખો અને લિંક આધાર પર ક્લિક કરો. આમ કરતાં જ તમારી સામે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થવાની સૂચના આવી જશે.