Samsung Galaxy S25 Ultra Leaks News: સેમસંગે પોતાની Samsung Galaxy S25 સીરીઝને આવતા વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ કરશે. આ સીરિઝ સાથે જોડાયેલા ઘણા લીક રિપોર્ટ્સ સામે આવ્યા છે. સેમસંગની આ ફ્લેગશિપ સીરીઝમાં Galaxy S25, Galaxy S25 Plus અને Galaxy S25 Ultra આવનારી અનપેક્ડ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવશે. સેમસંગે તેની મૉસ્ટ અવેટેડ ફ્લેગશિપ સીરીઝના પ્રીમિયમ મૉડલ Galaxy S25 Ultraની તસવીર લીક થવાને કારણે ઘણા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.


કંપનીએ કેટલાય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા - 
PhoneArenaના રિપૉર્ટ અનુસાર, લીક થયેલી તસવીરમાં આવનારા ફોનની સંપૂર્ણ ડિઝાઇન સામે આવી છે. કંપનીએ હજુ સુધી આ સીરીઝ વિશે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી. રિપૉર્ટ્સનું માનીએ તો આ સીરીઝ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ લૉન્ચ થશે. આવી સ્થિતિમાં ફોનનો ફોટો આઉટ થવા પર એટલે કે ફોનની તસવીરો લીક થવા પર કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટેજીને નુકસાન થઈ શકે છે. લૉન્ચિંગ પહેલાં પ્રૉડક્ટની તસવીરો લેવી એ કંપનીની નીતિની વિરુદ્ધ છે, જેના કારણે ઘણા કર્મચારીઓ સાવધ થઈ ગયા છે.


આ વિવાદ X યૂઝર્સ @Jukanlosreve દ્વારા એક પૉસ્ટથી શરૂ થયો, જેમાં તેણે Galaxy S25+ ના ફોટા શેર કર્યા. આ ફોટામાં ડિવાઈસ આઈડેન્ટિફિકેશન નંબર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, જેના કારણે સેમસંગને ખબર પડી કે કંપનીના કર્મચારીઓ આ લીકમાં સામેલ છે. સેમસંગે આંતરિક તપાસ કર્યા બાદ ઘણા કર્મચારીઓને કાઢી મૂક્યા છે. સ્માર્ટફોનની તસવીરો અથવા ફિચર્સ લીક ​​થવું સામાન્ય બાબત છે, તેમ છતાં સેમસંગ જેવી મોટી ટેક કંપનીઓ તેમના ઉત્પાદનો પર ભારે ખર્ચ કરે છે. ફોનની તસવીર લીક થવાને કારણે માર્કેટમાં સર્જાયેલો બઝ ઓછો થઈ શકે છે.


સેમસંગની આ સ્માર્ટફોન સીરીઝ સાથે સંબંધિત માહિતી ટીપસ્ટર ઈવાન બ્લાસ દ્વારા પણ શેર કરવામાં આવી છે, જેમાં આ સીરીઝના Galaxy S25+ અને Galaxy S25 Ultraના પ્રમૉશનલ પૉસ્ટર જોઈ શકાય છે. આ પૉસ્ટર પુષ્ટિ કરે છે કે આ સીરીઝ આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં લૉન્ચ થશે. આ સિવાય આ સીરીઝ Galaxy S25નું સ્ટાન્ડર્ડ મૉડલ પણ ઘણી બેન્ચમાર્ક અને સર્ટિફિકેશન સાઇટ્સ પર જોવામાં આવ્યું છે.


આ પણ વાંચો


માઠા સમાચાર, 1લી જાન્યુઆરીથી આ Android Smartphones માં નહીં ચાલે WhatsApp, જોઇલો લિસ્ટ...