Tips And Tricks: Google Photos એ Android ની સત્તાવાર ગેલેરી એપ છે. તે યુઝર્સને ઘણી સુવિધાઓ આપે છે. આ એપ હેઠળ યુઝર્સ ક્લાઉડ પર ફોટો એડિટ, જોઈ અને બેકઅપ લઈ શકે છે. આ સિવાય ગૂગલે તેના તાજેતરના અપડેટમાં ઘણા ખાસ ફીચર્સ પણ ઉમેર્યા છે. વાસ્તવમાં તેમાં એક પ્રાઈવસી વિકલ્પ ઉમેરવામાં આવ્યો છે, જે Locked Folders છે. તેની સાથે પ્રાઇવેટ ફોટોને છૂપાવી શકાય છે.
જો તમે પણ તમારા ફોટા અથવા વીડિયોની સુરક્ષાને લઈને ચિંતિત છો, તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે લૉક કરેલા ફોલ્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમે તમારા અંગત ફોટા અને વીડિયોને સુરક્ષિત રાખી શકો.
Google Photos ની લૉક ફોલ્ડર સુવિધા પાસવર્ડથી સુરક્ષિત છે અને ફોટા અને વીડિયોને સુરક્ષિત રાખે છે. તે સાચવેલી ફાઇલોને સુરક્ષિત રાખવા માટે તમારા ડિવાઇસના સ્ક્રીન લૉક પાસવર્ડનો ઉપયોગ કરે છે.
સ્ટેપઃ1- તમારા ફોન પર Google Photos એપ્લિકેશન ઓપન કરો.
સ્ટેપઃ2- તમારા ડિવાઇસના નીચેની તરફ જમણા ખૂણામાં ઉપલબ્ધ 'લાઇબ્રેરી' ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપઃ3- ‘યુટિલિટીઝ’ સેક્શન પર ટેપ કરો.
સ્ટેપઃ4- 'સેટ અપ લૉક ફોલ્ડર' સેક્શનમાં ઉપલબ્ધ ‘Get Started’ વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપઃ5- તમને કેટલાક લૉક કરેલા ફોલ્ડર માર્ગદર્શિકા પર લઈ જવામાં આવશે. સ્ક્રીનના નીચેના જમણા ખૂણે ઉપલબ્ધ 'સેટ અપ' બટન પર ટેપ કરો.
સ્ટેપઃ6- સ્ક્રીન લૉક સેટ કરો.
સ્ટેપઃ7- તમારા લૉક કરેલા ફોલ્ડરમાં ફોટા અથવા વિડિયો જોડવા માટે ‘Move items’ બટન પર ટેપ કરો.
સ્ટેપઃ8- તમને તમારા સ્માર્ટફોનની ગેલેરી પર રીડાયરેક્ટ કરવામાં આવશે. તમે જે ફોટો અથવા વિડિયો છૂપાવવા માંગો છો તેને પસંદ કરો અને 'મૂવ' પર ટેપ કરો. તમે એક જ સમયે મલ્ટિપલ ફોટા અથવા વિડિયો પસંદ કરી શકો છો.
સ્ટેપઃ9- પછી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 'મૂવ' પર ટેપ કરો.
Google Sheetમાં આવ્યુ AI સપોર્ટ ફિચર
દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ કંપની ગૂગલ હવે પોતાના યૂઝર્સને વધુ એક મોટી ફેસિલિટી આપી રહ્યું છે. ગૂગલ ધીમે ધીમે પોતાની વર્કસ્પેસ લેબમાં બધી જ એપ્સમાં AI એડ કરી રહ્યું છે. થોડા સમય પહેલા કંપનીએ બીટા ટેસ્ટર્સ માટે Gmail માં ''Helpmewrite' ટૂલ એડ કર્યુ હતું. હવે કંપની વર્કસ્પેસ લેબની બીજી એપમાં AI સપોર્ટ આપી રહી છે. ગૂગલે ગૂગલ શીટ્સમાં "હેલ્પ મી ઓર્ગેનાઈઝ" “Help me organize” નામનું AI ટૂલ આપવાનું શરૂ કર્યું છે. આની મદદથી યૂઝર્સ થોડીક સેકન્ડમાં પોતાની મનગમતી શીટ કે પ્લાન બનાવી શકે છે. સારી વાત એ છે કે તમે શીટમાં મૉડિફાઇ અને ચેન્જ કરી શકો છો. જો તમે તમારી Googleની વર્કસ્પેસ લેબ માટે સાઇન-ઇન છો, તો તમે આ નવા ટૂલનો લાભ લઈ શકો છો. અત્યારે તે માત્ર અમૂક જ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં બધા માટે રૉલઆઉટ કરવામાં આવશે. નવો ઓપ્શન Google શીટની જમણી બાજુએ ટેસ્ટર્સને દેખાશે અને Try This Tool ના નામ પર એક પૉપ-અપ મેસેજ આવશે.
આ રીતે કરશે કામ -
ગૂગલ શીટનું "હેલ્પ મી ઓર્ગેનાઈઝ" “Help me organize” ટૂલ ચેટ GPTની જેમ જ કામ કરે છે જેમાં તમારે ઓર્ડર નાંખવાના હોય છે અને તે તમને થોડીક સેકન્ડમાં જવાબ આપશે. અહીં ફક્ત તમને Google શીટ સંબંધિત પ્રશ્નોના જવાબો મળશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial