Pixel 7a India launch : ગૂગલનું લેટેસ્ટ મૉડલ હવે ભારતમાં આવી રહ્યું છે, ગુગલનો Pixel 7a સ્માર્ટફોન આગામી 11મી મેએ ભારતમાં લૉન્ચ થઇ રહ્યો છે. લોકો આ ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો તમે આ ફોનને ઓનલાઈન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ ફોન ફ્લિપકાર્ટ પરથી મળી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિડ-રેન્જ 5G ફોનની જાહેરાત 10 મેએ Googleની I/O ડેવલપર કૉન્ફરન્સમાં ગ્લૉબલી કરવામાં આવશે. આ પછી જ આ સ્માર્ટફોનને જુદાજુદા દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. 


Pixel 7a સાથે જોડાયેલી પાંચ વસ્તુઓ - 



લૉન્ચિંગ પહેલા ગૂગલે સ્માર્ટફોનની એક ટીઝર ઇમેજ શેર કરીને કેટલીક ડિટેલ્સની પુષ્ટી કરી છે. અપકમિંગ Pixel 7a સ્માર્ટફોન વિશે અમે પહેલાથી જ પાંચ વાતો જાણીએ છીએ, જાણો તે કઇ છે ?


Pixel 7aની ટીઝર ઈમેજ પ્રમાણે, આમાં પાછલના ભાગે ડ્યૂઅલ કેમેરા સેટઅપ મળશે. પાછળની પેનલમાં એક હૉરિઝૉન્લ કેમેરા મૉડ્યૂલ અવેલેબલ છે. જે એક એવી ડિઝાઇન છે જે આપણે કેટલાય Pixel ફોનમાં જોઈ ચૂક્યા છીએ. આ લૂકમાં Pixel 6a જેવો જ હશે. નવી ડિઝાઇનની ના મળી હોવાથી એવુ લાગે છે કે, ગૂગલ ડિઝાઇન પર કામ જ નથી કરવા માંગતુ.  


એ વાતમાં કોઈ શક નથી કે મિડ-રેન્જ 5G ફોન એન્ડ્રોઇડ 13 ઓએસ આઉટ-ઓફ-ધ-બૉક્સ સાથે આવશે.


Pixel 7a ચાર્જર સાથે નહીં આવે, કારણ કે કંપની પોતાના પ્રીમિયમ ફોન સાથે ચાર્જર આપતી નથી. 


અત્યાર સુધીની લીક્સથી જાણવા મળ્યું છે કે Pixel 7a ગૂગલના Tensor G2 ચીપસેટનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, Pixel 6 સીરીઝ સાથે કંપનીએ પોતાની ચીપનો યૂઝ કરવાનું શરૂ કરી દીધુ હતુ.


Pixel 7aમાં તમે ફ્રન્ટમાં પંચ-હૉલ ડિસ્પ્લે ડિઝાઇન મળી શકે છે. પંચ-હૉલ ડિસ્પ્લે ડિઝાઇન એવી વસ્તુ છે જે આપણે વર્ષોથી લગભગ બધા જ એન્ડ્રોઇડ ફોન્સ પર જોઈ રહ્યા છીએ.




Pixel 7a: ભારતમાં સંભવિત કિંમત - 
Pixel 7aની કિંમત ભારતમાં 11 મેએ લૉન્ચ થવાની સાથે સામે આવશે, પરંતુ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે, ફોન 50,000 રૂપિયાના સેગમેન્ટમાં આવશે. જાણો Pixel 6a ભારતમાં 43,999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગૂગલ પોતાના પિક્સલ સીરીઝના સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂક્યુ છે.