Vodafone Idea vs BSNL : વૉડાફોન-આઇડિયા (Vi)એ તાજેતરમાં જ પોતાના પ્રીપેડ રિચાર્જના લિસ્ટમાં એક નવો પ્લાન સામેલ કર્યો છે. આ 2,999 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં કંપની લૉન્ગ-ટર્મ વેલિડિટીની સાથે બીજા કેટલાય બેનિફિટ્સ પ્રૉવાઇડ કરી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગની સાથે ડેલી ડેટા, કૉલિંગ અને ફ્રી SMSની સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સરકારી ટેલિકૉમ કંપની BSNL પણ આ જ કિંમતની સાથે પોતાના યૂઝર્સ માટે પ્લાન પ્રૉવાઇડ કરાવે છે.
બન્નેની કિંમત એક જેવી હોવાના કારણે અમે વૉડાફોન-આઇડિયા (Vi) ના 2,999 રૂપિયા વાળા પ્લાનની સરખામણીમાં બીએસએનએલના 2,999 રૂપિયા વાળા પ્લાનની સાથે કરી. જાણઓ આ કમ્પેરિઝનમાં બન્નેમાં શું છે ફરક, કયો પ્લાન છે તમારા માટે બેસ્ટ....
Viનો 2,999 રૂપિયા વાળો પ્લાન -
જો વૉડાફોન-આઇડિયાના 2,999 રૂપિયા વાળા પ્લાનની વાત કરીએ તો આ પ્લાનમાં કુલ 850GB ડેટાની સાથે અનલિમીટેડ કૉલિંગ મળે છે, આની સાથે જ દરરોજ 100 પ્રી SMS ની સુવિધા પણ છે. આની સાથે એડિશનલ બેનિફિટમાં Vi Movies and TV નો ફ્રી એક્સેસ પણ પ્રૉવાઇડ કરાવવામાં આવે છે, સાથે જ યૂઝર્સને રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમીટેડ નાઇટ ડેટા પણ મળે છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
BSNLનો 2,999 રૂપિયા વાળો પ્લાન -
સરકારી ટેલિકૉમ કંપની પણ 2,999 રૂપિયા વાળા પ્લાન લઇને આવવી છે. બીએસએનએલ કંપનીનો આ પ્લાન પણ 365 દિવસની લૉન્ગ વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમા યૂઝર્સને ડેલી 3GB ડેટા મળે છે. 365 દિવસની વેલિડિટી પ્રમાણે હિસાબ લગાવવામાં આવે તો આ પ્લાન યૂઝર્સને 1,095GB ડેટા આપે છે, જે વીઆઇના 850GB ડેટાથી 245GB વધુ છે. આ ઉપરાંત આ પ્લાન અનલિમીટેડ વૉઇસ કૉલિંગ તથા ડેલી 100 ફ્રી એસએમએસની સુવિધા પણ આપે છે.
Amazon ની Netflix સાથે સ્પર્ધા, ટૂંક સમયમાં એમેઝોનનું પ્રાઇમ ગેમિંગ પ્લેટફોર્મ ભારતમાં લોન્ચ થશે
Amazon Prime Gaming: Amazon ટૂંક સમયમાં ભારતમાં તેનું PC ગેમિંગ પ્લેટફોર્મ લોન્ચ કરી શકે છે. આ ગેમિંગ પ્લેટફોર્મના લોન્ચિંગ સાથે, કંપની Netflix ગેમ્સ સાથે સ્પર્ધા કરી શકે છે. એમેઝોનના ગેમિંગ પ્લેટફોર્મને એમેઝોન પ્રાઇમ ગેમિંગ નામ આપવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ છે કે એમેઝોને તેની પ્રાઇમ ગેમિંગ સર્વિસ 2020માં જ રજૂ કરી છે. આ સેવા સ્માર્ટફોન યુઝર્સ માટે છે. જો તમે વિચારી રહ્યા છો કે તમે આ સેવાનો ઉપયોગ નથી કર્યો, તો તમને જણાવી દઈએ કે આ સેવા ભારત સિવાય ઘણા દેશોમાં ઉપલબ્ધ છે. હવે એવા સમાચાર છે કે એમેઝોન ભારતમાં પ્રાઇમ ગેમિંગ પીસીની સુવિધા આપવા માટે તૈયાર છે. જોકે હજુ સુધી કંપનીએ તેની માહિતી સત્તાવાર રીતે આપી નથી.
Amazon India વેબસાઇટ્સ પર પ્રાઇમ ગેમિંગ પેજ
વિગતો શેર કરતાં, ગેમિંગ ઉદ્યોગ સાથે સંબંધિત માહિતી શેર કરનારા ટિપસ્ટર ઋષિ અલવાનીએ કહ્યું છે કે એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રાઇમ ગેમિંગ નામનું એક વિશેષ પેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પેજ પર ક્લિક કરતી વખતે એરરનો વિકલ્પ દેખાઈ રહ્યો છે. હવે આ પેજ ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. ટિપસ્ટરે તેને લગતા કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.