લાંબી રાહ જોયા બાદ Poco F3 GT સ્માર્ટફોનની લોન્ચિંગ ડેટનો ખુલાસો થઈ ગયો છે. કંપનીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ફોનને ભારતીય બજારમાં 23 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવશે. ફોન બપોરે 12 કલાકે એક વર્ચ્યુઅલ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફોન ત્રણ સ્ટાઈલમાં રજૂ કરવામાં આવશે. પ્રીમિયમ ગ્લાસ પેનલની સાથે આવનાર આ પોકનો પ્રથમ ફોન હશે. આ ફોનની કિંમત 30 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આવો જાણીએ આ ફોન વિશે.


Poco F3 GT ના સ્પેસિફિકેશન્સ


Poco F3 GT સ્માર્ટ ફોનને Redmi K40 Gaming Editionનું જ રિબ્રાન્ડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે. જેમાં 6.67 ઇંચની ફુલ એચડી OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન (1,080x2,400) પિક્સલ છે, જેનો રિપ્રેશ રેટ 120Hz હશે. આ ફોન મીડિયાટેક ડાયમેન્ટિટી 1200 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 12GB રેમ 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. પોકોના આ ફોનમાં મેટે ફિનિશની ઉપર એન્ટી-ફિંગરપ્રિન્ટ કોટિંગનો ઉપયોગ કરી શકાય છે. ફોન પ્રીડેટર બ્લેક અને ગનમેન્ટલ સિલ્વર કલર ઓપ્શન્સથી સજ્જ હશે. આ ફોન ડોલ્બી એટમોસના સપોર્ટવાળા ડ્યુઅલ સ્પીકર્સથી સજ્જ હશે.


Poco F3 GTમાં કેમેરો


ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલ છે. જ્યારે 8 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા અલ્ટ્રા-વાઈડ-એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.


OnePlus Nord 2 સાથે ટક્કર


Poco F3 GTની ભારતમાં OnePlus Nord 2 સ્માર્ટપોન સાથે ટક્કર થઈ શકે છે.  આ સ્માર્ટફોનમાં 6.43 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે પવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઈડ 11 આધારિત OxygenOS પર કામ કરે છે. ફોન ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8 GB રેમ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે OnePlus Nord 2માં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેનો પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. સાથે જ ફોનમાં 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના બે કમેરા હશે. સેલ્ફી અને વીડોય કોલ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.