નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની Pocoએ પોતાના યૂઝર્સને નવા વર્ષની ભેટ આપતા ચાર સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. યૂઝર્સ આ સ્માર્ટફોનની મૂળ કિંમતની સરખામણીએ ખૂબજ ઓછી કિંતમાં ખરીદી શકે છે.


કંપનીએ Poco M2, Poco C3, Poco M2 Pro અને Poco X3 મોડલની કિંમતમાં ઘટાડો કર્યો છે. નવી કિંમત સાથે આ સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ અને ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર સેલ માટે ઉપલબ્ધ થઈ ગયા છે.

Poco M2

Poco M2ના 6GB + 64GB સ્ટોરેજવાળા મોડલે યૂઝર્સ 9,999 રૂપિયામાં ખરીદી શકે છે જ્યારે 6GB + 128GB સ્ટોરેજવાળા ફોનને 10,999 રૂપિયામાં ખરીદી શકે છે . 6GB + 128GB સ્ટોરેજવાળા ફોનની મૂળ કિંમત 14,999 રૂપિયા છે.

Poco M2 Pro

Poco M2 Proના 4GB + 64GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. જેને યૂઝર્સ હવે 12,999 રૂપિયામાં ખરીદી શકે છે. 6GB + 64GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 13,999 રૂપિયા, 6GB + 128GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે.

Poco X3
Poco X3ના 6GB + 128GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમતમાં ઘટાડા બાદ હવે આ સ્માર્ટફોનને યૂઝર્સ 17,999 રૂપિયામાં ખરીદી શકે છે.

Poco C3

Poco C3ના 4GB + 64GBની સ્ટોરેજવાળઆ મોડલને યૂઝર્સ 8,499 રૂપિયામાં ખરીદી શકશે.  જેમાં પ્રોસેસર MediaTek Helio G35 આપવામાં આવ્યું છે સાથે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યું છે.