નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની POCOએ (POCO) તાજેતરમાં જ પોતાના નવો ફોન POCO X3 Pro ને લૉન્ચ કર્યો હતો. આ ફોનના લૉન્ચ થયા બાદ કંપનીએ આના જુના વર્ઝન POCO X3ની કિંમતોમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. આ ફોન પર લગભગ 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો તમે આ નવો અને શાનદાર ફિચર વાળો ફોન ખરીદવા ઇચ્છતા હોય તો તમારી પાસે (POCO X3) અત્યારે બેસ્ટ મોકો છે. જાણો ફોન વિશે.....


આ છે ફોનની નવી કિંમત...
Poco X3ના 6GB રેમ+64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત કંપની 16,999 રૂપિયાની જગ્યાએ 14,999 રૂપિયા કરી રહી છે. એટલે કંપનીએ પોકોના આ ફોન પર લગભગ 2000 રૂપિયા ઘટાડ્યા છે. જોકે બીજા વેરિએન્ટની કિંમતોમાં ઘટાડો નથી કરવામાં આવ્યો. Poco X3ના 6GB રેમ+128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 18,499 રૂપિયા અને 8GB રેમ+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા છે. 


Poco X3ની સ્પેશિફિકેશન્સ....
ફોનની સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં 67-ઇંચ ફૂલ HD+ ડિસ્પ્લે મળશે. સ્ક્રીનની સેફ્ટીને ધ્યાનમાં રાખતા કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે. આમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 732G પ્રૉસેસરની સાથે 8GB સુધી LPDDR4X રેમ આપવામાં આવી છે. ગેમિંગ માટે આમાં એડ્રેનો 618 જીપીયુ આપવામાં આવ્યુ છે. તમે આ ફોનમાં ડ્યૂલ-નેનો સિમનો ઉપયોગ કરી શકો છો. ફોનમાં 128GB સુધીનુ ઓનબોર્ડ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 6,000mAhની બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 


Poco X3નો કેમેરો.... 
પોકો X3માં તમને ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં 64- મેગાપિક્સલ Sony IMX682 પ્રાઇમરી સેન્સર f/1.73 लेंस, 13- મેગાપિક્સલ 119-ડિગ્રી વાઇડ એન્ગલ f/2.2 લેન્સ, 2-મેગાપિક્સલ ડેપ્થ સેન્સર f/2.4 લેન્સ અને 2-મેગાપિક્સલ મેક્રો શૂટર f/2.4 લેન્સ આપવામા આવ્યો છે. સેલ્ફી માટે આમાં 20- મેગાપિક્સલ સેન્સર f/2.2 લેન્સ આપવામાં આવ્યો છે, જે પંચ હૉલ ડિસ્પ્લેમાં ફિક્સ કરવામાં આવ્યો છે. એટલે કે સેલ્ફી માટે આ ફોન એકદમ શાનદાર છે.