iPhone 14 Plus Production Cuts: એપલે આઇફોન 14 પ્લસની માર્કેટમાં અપૂર્તિ શરૂ થવાના બે અઠવાડિયા બાદ જ iPhone 14 Plus ના પ્રૉડક્શનને અડધૂ કરવાનો ફેંસલો કરવામા આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયા સ્થિત કંપની ક્યૂપર્ટિનોએ ચીનમાં ઓછામાં ઓછા નિર્માતાને આઇફોન 14 પ્લસના ઉત્પાદનને તરતજ રોકવા માટે કહ્યુ છે. આનુ કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, કંપનીઆ મીડ રેન્જ આઇફોન મૉડલની માંગનુ પુનર્મૂલ્યાંકન કરી રહી છે.
ડેટા રિસર્ચ ફર્મ કેનાલિસ અનુમાનો અનુસાર, કંપનીએ આ ફેંસલો એવા સમયે લીધો છે, જ્યારે ગ્લૉબલ માર્કેટમાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં આ વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં સ્માર્ટફોનની માંગ 9% ઓછી રહી છે. ઉલ્લેખનીય છે કે, આઇફોન 14 પ્લસને એપલે 7 સપ્ટેમ્બરે લૉન્ચ કર્યો હતો, આ iphone 14 plus ફોનને મોંઘા આઇફોન પ્રૉ મૉડલ iphone 14 plusના સસ્તા ઓપ્શન તરીકે ઉતારવામાં આવ્યો હતો. સાથે જ 7 ઓક્ટોબરથી આ ગ્રાહકોને ડિલીવર કરવામાં આવી રહ્યો હતો. જાણકારી અનુસાર, ગયા મહિને એપલે ઉત્પાદન વધારવાની યોજનાને હાલ છોડી દીધી છે.
iPhone 14 Plus ની સ્પેશિફિકેશન્સ -
iPhone 14 Plus 6.7-ઇંચ સુપર રેટિના HDR ડિસ્પ્લે સાથે આવે છે. iPhone 14 Plus એ Apple A15 Bionic ચિપના નવા સંસ્કરણ દ્વારા સંચાલિત છે જે iPhone 13 શ્રેણીને પણ શક્તિ આપે છે. iPhone 14 Plusમાં 12-મેગાપિક્સલનો ડ્યુઅલ કૅમેરા સેટઅપ છે જેમાં એક નવું 12-મેગાપિક્સલનું પ્રાથમિક શૂટર છે જેમાં મોટા સેન્સર અને મોટા પિક્સેલ છે. તમારી પાસે ઉપકરણ પર iOS 16 વર્ઝન આઉટ ઓફ બોક્સ ચાલી રહ્યું છે.
તેથી સંભવ છે કે Apple એ વધુ iPhone 14 Pro અને 14 Pro Max બનાવવા માટે iPhone 14 Plus ની પ્રોડક્શન લાઇન બદલવાનું શરૂ કર્યું છે, જે કંપની માટે બેસ્ટ સેલર સાબિત થઈ રહ્યા છે.
iPhone Production : હવે iPhoneનું પ્રોડક્શન થશે ગુજરાતમાં? જાણો એપલે કોની કરી છે પસંદગી?
iPhone Production : હવે ગુજરાતમાં ટૂંક સમયમાં જ આઇફોન બને તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આઇફોનના સ્પેરપાર્ટ્સ સુરતમાં ટૂંક સમયમાં જ બનવાના શરૂ થવાની સંભાવના છે. 1 હજાર કરોડના MoU કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરતના એક જાણીતા હીરા ઉદ્યોગકાર MOU કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
ટૂંક સમયમાં પ્રોડક્શન શરૂ થેસ. ગ્લોબલ ટેન્ડર બાદ સુરતની કંપનીની પસંદગી થઈ છે. ટૂંક સમયમાં આઇફોનના પાર્ટ્સનું પ્રોડક્શન શરૂ કરી દે તેવી સંભાવના છે. ચાઇનીઝ કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ એપલે સુરતની પસંદગી કરી છે.