નવી દિલ્હીઃ PUBGના નવા અવતાર Battlegrounds Mobile Indiaના લૉન્ચને લઇને ફેન્સને ખુબ એક્સાઇટમેન્ટ છે. આ ગેમને લઇને દરરોજ નવા અપડેટ સામે આવી રહ્યાં છે. કંપનીએ ભલે આ ગેમની લૉન્ચિંગ ડેટની અધિકારિક રીતે જાહેરાત નથી કરી, પરંતુ આના લૉન્ચિંગ ડેટનો ખુલાસો થઇ રહ્યો છે. પહેલા રિપોર્ટ હતા કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા આગામી મહિનાની 10 તારીખે લૉન્ચ કરવામાં આવશે. વળી હવે ખબર આવી રહી છે કે આ ગેમ જૂનના મધ્યમાં એન્ટ્રી કરી શકે છે.  


આ દિવસે ભારતમાં થઇ શકે છે લૉન્ચ......
ગેમ ડેવલપ કરનારી કંપની ક્રાફ્ટને બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયાએ ગૂગલ પ્લે સ્ટૉર પર રજિસ્ટ્રેશન માટે 18 મેએ જ અવેલેબલ જ કરી દીધી છે. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ગેમ 18 જૂને લૉન્ચ કરી કરી દેવામાં આવી શકે છે. પબજીના દિવાનાઓ આ ગેમને લઇને ખુબ ઉત્સુક છે કે આમાં કયા કયા હથિયાર અને શું શું નવુ હશે.


શરૂ થયુ પ્રી-રજિસ્ટ્રેશન.....
ઉલ્લેખનીય છે કે, Battleground Mobile India દેશમાં ક્યારે આ ગેમ લૉન્ચ થશે તેનો ખુલાસો નથી થયો. જોકે ક્રાફ્ટને ગેમ માટે પ્રી-રજિસ્ટ્રેશન લિંકને 18 મેએ ઓપન કરી દીધી છે. પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ કયાસ લગાવવામાં આવી રહ્યો છે, જો બધુ બરાબર રહેશે તો આ ગેમ આગામી મહિને લૉન્ચ થઇ શકે છે. 


આ હશે નિયમ.....
ગેમ બનાવનારી કંપની ક્રફ્ટને કહ્યું કે - આ વખતે ડેટા સિક્યૂરિટી અને પ્રાઇવસીનો આ વખત ખાસ ખ્યાલ રાખવામાં આવશે. ક્રાફ્ટને કહ્યું- આ વખતે યૂઝરને ડેટા દેશમાં જ સ્ટૉર કરવામાં આવશે. સાથે જ આ વખતે લૉ-રેગ્યૂલેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. 18 વર્ષથી ઓછી ઉંમરના ગેમ લવર્સ માટે આ વખતે નિયમો થોડા કડક હશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ રમવા માટે તેમને પેરેન્ટ્સની પરમિશનની જરૂર પડશે, અને તેમને પેરેન્ટ્સનો નંબર આપવો પડશે, જેનાથી એ ખબર પડી શકે કે તે ગેમ રમવા યોગ્ય છે કે નથી. આ ઉપરાંત તે એક દિવસમાં માત્ર 3 કલાક જ ગેમ રમી શકશે.


માત્ર ભારતમાં જ થશે લૉન્ચ.....
ક્રાફ્ટને જાહેરાત કરી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ગેમ એક્સક્લૂસિવ ઇન-ગેમ ઇવેન્ટ્સ જેમ કે આઉટફિટ્સ અને ફિચર્સની સાથે રિલીઝ થશે. ટૂર્નામેન્ટ અને લીગની સાથે આનુ ખુદનુ એકસ્પોર્ટ અને ઇકોસિસ્ટમ પણ હશે. એ જાહેરાત કરવામાં આવી છે કે બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ડિવાઇસ પર એક ફ્રી ટૂ પ્લે ફિચર તરીકે લૉવ્ચ થશે. બેટલગ્રાઉન્ડ મોબાઇલ ઇન્ડિયા ફક્ત ભારતમાં જ ઉપલબ્ધ થશે. સાથે જ નિયમિત રીતે ઇન-ગેમ કન્ટેન્ટને લાવવા દરમિયાન એકસ્પોર્ટ ઇકૉસિસ્ટમ બનાવવા માટે ભાગીદારોની સાથે પણ સહયોગ કરવામાં આવશે.