Railway New Ticket Booking System: ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ઘણા મુસાફરો મહિનાઓ પહેલાથી ટિકિટ બુક કરાવે છે જેથી તેમને કન્ફર્મ ટિકિટ મળી રહે. પરંતુ ઘણી વખત સર્વર ધીમું હોવું, ટિકિટ કન્ફર્મેશન અંગે યોગ્ય માહિતી ન મળવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ભારતીય રેલવે પોતાની 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)માં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવી સિસ્ટમ AI ટેક્નોલોજીથી સજ્જ હશે, જેના કારણે ટિકિટ બુકિંગ વધુ ઝડપી અને સરળ બનશે.

 

Continues below advertisement
Continues below advertisement

40 વર્ષ જૂની સિસ્ટમમાં મોટો બદલાવરેલવે અનુસાર હાલની રિઝર્વેશન સિસ્ટમ વર્ષ 1986માં શરૂ કરવામાં આવી હતી. વચ્ચે નાના-મોટા ફેરફારો થયા હતા, પરંતુ હવે સમગ્ર સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ અધિકારીઓને ઓગસ્ટ મહિનાથી નવી સિસ્ટમ લાગુ કરવાની સૂચના આપી છે.

નવી સિસ્ટમ શા માટે જરૂરી બની?

  • ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થયા પછી તેનો ઉપયોગ ઝડપથી વધ્યો છે.
  • દેશની લગભગ 88 ટકા ટિકિટ બુકિંગ ઓનલાઈન થાય છે.
  • વધતા ટ્રાફિકને કારણે જૂની સિસ્ટમ ધીમી પડી જાય છે.
  • મુસાફરોને રિયલ ટાઈમ અપડેટ મેળવવામાં મુશ્કેલી પડે છે.
  • RailOne એપની વધતી લોકપ્રિયતા
  • હવે ભારતીય રેલવેની RailOne એપ લોકોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.

એપ ગયા જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી.અત્યાર સુધીમાં તેને 3.5 કરોડથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. એપમાં ટિકિટ બુકિંગ ઉપરાંત ફરિયાદ નિવારણની સુવિધા પણ ઉપલબ્ધ છે.નવી સિસ્ટમની ખાસિયતો એ છે કે , તેમાં  AI ટિકિટ કન્ફર્મ થશે કે નહીં જણાવશે.નવી સિસ્ટમમાં AI આધારિત પ્રિડિક્શન ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર જૂના બુકિંગ ડેટા અને ટ્રેન્ડના આધારે જણાવશે કે વેઈટિંગ ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે. રેલવે મુજબ તેની સચોટતા 94 ટકા સુધી રહેશે.

હવે બુકિંગ થશે 5 ગણું ઝડપીનવી સિસ્ટમ પ્રતિ મિનિટ 1.25 લાખ ટિકિટ બુક કરવાની ક્ષમતા ધરાવશે. હાલની સિસ્ટમ માત્ર 25 હજાર ટિકિટ પ્રતિ મિનિટ બુક કરી શકે છે. આથી સર્વર પરનો દબાણ ઘટશે અને દલાલો તેમજ ગેરકાયદેસર સોફ્ટવેર પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. 

આ પણ વાંચો:WhatsApp નું અપડેટ, iPhone પર આવવાનો છે Liquid Glass લૂક, હવે ચેટ થશે પુરેપુરી ટ્રાન્સપરન્ટ

હવે કેન્સલેશન ફી વગર મુસાફરીની તારીખ બદલી શકાશેનવી વ્યવસ્થા હેઠળ મુસાફરો કન્ફર્મ ટિકિટ રદ કર્યા વગર જ મુસાફરીની તારીખ બદલી શકશે. ખાસ વાત એ છે કે, તેના માટે કોઈ કેન્સલેશન ફી ચૂકવવાની રહેશે નહીં.

તત્કાલ ટિકિટ માટે આધાર ફરજિયાતતત્કાલ ટિકિટ બુકિંગમાં ગડબડ અટકાવવા માટે હવે ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવશે.

મુસાફરોને શું ફાયદો થશે?ટિકિટ બુકિંગ વધુ ઝડપી બનશે.વેઈટિંગ ટિકિટ અંગે વધુ સચોટ માહિતી મળશે.સર્વર સંબંધિત સમસ્યાઓ ઓછી થશે.મુસાફરોને સરળ અને વિશ્વસનીય સેવા મળશે.