નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની રિયલમી (Realme) આજે ભારતમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. આ ફોનનુ નામ છે રિયલમી 8 5જી (Realme 8 5G). ફોન બપોરે 12.30 વાગે લૉન્ચ કરવામાં આવશે. ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ આ 5000mAhની બેટરી સાથે આવે છે. આ ફોનનુ સ્ટૉરેજ એક ટીબી સુધી વધારી શકાય છે. જાણો શું છે ફોનની સ્પેશિફિકેશન્સ......
આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ........
રિયલમી 8 5G (Realme 8 5G) સ્માર્ટફોનમાં 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જે પંચ હૉલ ડિઝાઇનની સાથે આવે છે. આનો રિફ્રેશ રેટ 90Hz હશે. ફોન ડાયમેન્સિટી 700 પ્રૉસેસર વાળો હશે. ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ Realme UI 2.0 પર કામ કરશે. આમાં 8GB સુધી રેમ અને 256GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે.
કેમેરા અને બેટરી.....
ફોટોગ્રાફીની વાત કરીએ તો રિયલમી 8 5G (Realme 8 5G) સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે, જનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો હશે, સાથે જ ફોનમાં 2 મેગાપિક્સલના બે અન્ય લેન્સ આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. પાવર માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી શકે છે, જે 18Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સાથે જ આ 5000mAhની બેટરી સાથે આવે છે. આ ફોનનુ સ્ટૉરેજ એક ટીબી સુધી વધારી શકાય છે.
Samsung Galaxy M42 5G સાથે થશે ટક્કર...
Realme 8 5Gની ભારતમાં Samsung Galaxy M42 5G સાથે ટક્કર થશે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર આપવામાં આવી શકે છે. આ 5G ફોન Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 128 GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 64 મેગાપિક્સલનો કેમેરો છે. વળી પાવર આપવા માટે ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી શકે છે.