નવી દિલ્હી: રિયલમીએ કમાણી મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. Realme C11 સ્માર્ટફોન 22 જુલાઈ એટલે કે બુધવારે પ્રથમ વખત સેલમાં વેચવામાં આવ્યો હતો. આ ફોનને યૂઝર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને માત્ર બે જ મિનિટમાં ફોનના 1.5 લાખ યૂનિટ વેચાયા હતા. કંપનીએ ટ્વિટ કરી તેની જાણકારી આપી હતી. રિયલમીના આ સ્માર્ટફોનનો સેલ કાલે બપોરે 12 વાગ્યે ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને રિયલમી ઈન્ડિયાની વેબસાઈટ પર થયો હતો.


આ ફોનની કિંમત 7,499 રૂપિયા સુધી છે. રિયલમીના આ ફોનને તમે રિચ ગ્રીન અને રિય ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો. જ્યારે, હવે આ સ્માર્ટફોનની આગામી સેલ 29 જુલાઈએ થશે.



Realme ના નવા C11 સ્માર્ટફોનમાં 6.5 ઈંચની એચડી પ્લસ વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે લાગી છે, તેનું રિજોલ્યૂશન 720x1600 પિક્સલ છે. પરફોર્મન્સ માટે આ ફોનમાં મીડિયાટેક હીલિયો G35 ઓક્ટાકોર પ્રોસેસર લાગ્યું છે. આ એક બેઝિત પ્રોસેસર છે જે બજેટ સેગમેન્ટના સ્માર્ટફોનમાં જોવા મળે છે. આ ફોનમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડની મદદથી ફોનના ઈન્ટરનલ સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G, VoLTE, Wi-fi, બ્લૂટૂથ v5.0, GPS , 3.5mm હેડફોન જૈક અને માઈક્રો યૂએસબી પોર્ટ જેવા ફિચર્સ મળે છે. ખાસ વાત એ છે કે આ ફોન રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે, એટલે કે તેમે આ ફોનમાંથી બીજા ફોનને પણ ચાર્જ કરી શકો છો.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે જેમાં એક લેન્સ 13 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. આ સિવાય ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

Realme C11 નો મુકાબલો Redmi 8A Dual સાથે થશે. આ ફોનમાં Snapdragon 439 પ્રોસેસર અને 6.22 ઈંચની ડિસ્પ્લે છે. માઈક્રો એસડી કાર્ડની મદદથી ફોનના ઈન્ટરનલ સ્ટોરેજને 512 GB સુધી વધારી શકાય છે. ફોનમાં રિયર પેનલ પર બે કેમેરા છે. તેમાં 13 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર છે, જ્યારે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા તેમાં છે. આ ફોનમાં 5000 MAH ની બેટરી છે. આ ફોનની કિંમત 7,499 (2GB + 32 GB)રૂપિયા છે.