ચિપસેટથી ફોન બનશે ખાસ
કંપનીનું કહેવું છે કે, આ સ્માર્ટફોનમાં મીડિયાટેક હીલિયો જી70 ચિપસેટ લાગેલ હશે. જણાવીએ કે આ ચિપસેટને મીડિયાટેકે વિતેલા મહિને જ લોન્ચ કરી હતી. ગેમિંગ માટે આ ચિપસેટ સારી ગણવામાં આવે છે. મીડિયાટેકે આ ચિપસેટને લો એન્ડ સેગમેન્ટ અને મિડ રેન્જ માટે રજૂ કરી છે. આ ઓક્ટા-કોર ચિપસેટ છે. સાથે જ આ ચિપસેટમાં 2 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડવાળા બે કોર્ટેક્સ-એ75 કોર આપવામાં આવ્યા છે. ઉપરાંત છ 1.75 ગીગાહર્ટ્ઝ ક્લોક-સ્પીડવાળા કોર્ટેક્સ-એ55 કોર આપવામાં આવ્યા છે. જે તમારા ફોનના પરફોર્મન્સને શાનદાર બનાવી દેશે. સાથે જ તે તમને સારો ગેમિંગ અનુભવ આપશે.
આ હશે ફોનમાં ફીચર્સ
કંપનીનું કહેવું છે કે, રિયલ મી C3ના બેકમાં બે કેમેરા લાગેલ હશે. તેનો મુખ્ય કેમેરો 12-મેગાપિક્સલનો હશે. સાથે જ તેનો બીજો કેમેરો 2-મેગાપિક્સલના ડેપ્થ સેન્સરની સાથે આવશે. તેનો ફ્રન્ટ કેમેરાને લઈને કંપનીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. કહેવાય છે કે, ફોન એન્ડ્રોઈડ 10 પર બેસ્ડ હશે. રિયલમી સી3 સ્માર્ટફોન 6.5-ઇંચની ડીસ્પ્લે સાથે આવશે. ફોનની ડિસ્પ્લે વોટરડ્રોફ સ્ટાઈલ નોચની સાથે આવશે. સાથે જ આ સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પણ લાગેલ હશે.
ફોટનની બેટરીની વાત કરીએ તો તેમાં 5,000 એમએએચની બેટરી હશે. આ ફોનને બે વેરિયન્ટમાં લોચ કરવામાં આવશે. 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજવાળા બે વેરિયન્ટ તેમાં સામેલ છે. કંપનીએ ફોનની કિંમતને લઈને હજુ સુધી કોઈપણ જાણકારી આપી નથી.