Realme GT 2: રિયલમીએ ભારતમાં પોતાના નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Realme GT 2 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનને કંપનીએ ત્રણ કલર વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે. આમાં પેપર ગ્રીન, પેપર વ્હાઇટ અને સ્ટીલ બ્લેક કલર સામેલ છે. કંપનીએ આ સ્માર્ટફોનને 2 વેરિએન્ટમાં લૉન્ય કર્યો છે.
ડિસ્પ્લે-
આ સ્માર્ટફોનમાં 6.62 ઇંચની ફૂલ એચડી પ્લસ અમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે.
કેમેરા -
આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, આમાં પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે, વળી, 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ આપવામા આવ્યો છે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી -
ફોનનો પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે, આ 65 વૉટના ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આની બેટરીને માત્ર 33 મિનીટમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. આમાં ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે.
સૉફ્ટવેર -
આ ગૂગલની એન્ડ્રોઇડ 12 બેઝ્ડ Realme UI 3.0 પર કામ કરે છે. આ ડ્યૂલ સિમ સ્માર્ટફોન છે, અને ડ્યૂલ સિમ 5જી સપોર્ટની સાથે આવે છે.
રેમ અને સ્ટૉરેજ -
કંપનીએ આના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા છે. 8 જીબી રેમ વાળા વેરિએન્ટમાં 128 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, વળી 12 જીબી વાળા વેરિએન્ટમાં 256 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
કિંમત -
આના 8જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 34999 રૂપિયા છે, અને 8 જીબી રેમ વાળા વેરિએન્ટની કિંમત 38999 રૂપિયા છે.
સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર આપવામા આવ્યુ છે, આ સ્માર્ટફોનની પહેલી સેલ 28 એપ્રિલથી રિયલમીની અધિકારીક વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ સ્માર્ટફોનને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 5000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સ્માર્ટફોનની ટક્કર Xiaomi 11T Pro 5G, Xiaomi 11 Lite NE 5G, OnePlus Nord 2, MOTOROLA Edge 20, Samsung Galaxy S20 FE 5G, OPPO Reno7 5G, Vivo V21 5G, Mi 11X 5G, Oppo Reno 7 જેવા સ્માર્ટફોન સાથે થવાની છે.