Realme GT 7 Pro: સ્માર્ટફોન મેન્યૂફેક્ચરિંગ કંપની Realme આજે તેનો બહુપ્રતીક્ષિત સ્માર્ટફોન GT 7 Pro લૉન્ચ કરવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે 12 જીબી રેમ સાથેના આ સ્માર્ટફોનમાં ઘણા શાનદાર ફિચર્સ જોવા મળશે. તેમાં OLED ડિસ્પ્લે હશે જે 120 Hz સુધીના રિફ્રેશ રેટને સપૉર્ટ કરી શકે છે.
Realme GT 7 Pro હશે લૉન્ચ
Realme 26 નવેમ્બરે ભારતમાં તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન Realme GT 7 Pro લૉન્ચ કરી રહ્યું છે. તેમાં 6.78 ઇંચની OLED ડિસ્પ્લે હશે જે 120Hz રિફ્રેશ રેટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવશે. આ ફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત હશે અને 12GB રેમ અને 256GB સ્ટૉરેજ સાથે ઉપલબ્ધ હશે.
માહિતી અનુસાર, ફોનની કિંમત ₹45,000 થી ₹55,000 વચ્ચે હોઈ શકે છે. કેમેરા સેટઅપમાં 50MP સોની IMX906 પ્રાથમિક સેન્સર, 50MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 8MP અલ્ટ્રા-વાઇડ સેન્સરનો સમાવેશ થાય છે. ફોનમાં 3x ઓપ્ટિકલ ઝૂમ અને 120x ડિજિટલ ઝૂમની સુવિધા હશે. IP69 રેટિંગ સાથે આ ફોન પાણીમાં પણ સુરક્ષિત રહેશે, અને કંપનીનો દાવો છે કે તેની સાથે અંડરવોટર ફોટોગ્રાફી કરી શકાય છે.
જલદી લૉન્ચ થશે Realme 14 Pro 5G
જાણકારી અનુસાર, કંપની જલ્દી જ માર્કેટમાં Realme 14 Pro 5G લૉન્ચ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે, આ ફોન Realme 13 Proનું અપગ્રેડેડ વર્ઝન હશે. આ ફોનની ડિઝાઈન જૂના મૉડલ જેવી જ હોઈ શકે છે. આ સાથે, કંપની ટૂંક સમયમાં Realme 14 Pro+, Realme 14 અને Realme 14x પણ લૉન્ચ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર, કંપની Realme 14 Pro 5Gને ત્રણ સ્ટૉરેજ વેરિએન્ટ સાથે માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. તેમાં 8GBRAM+128GB, 8GBRAM+256GB અને 12GBRAM+512GB જેવા વેરિયન્ટ્સ સામેલ હશે. આ સાથે કંપની ફોનને બે કલર વિકલ્પોમાં લૉન્ચ કરી શકે છે જે પર્લ વ્હાઇટ અને સ્યૂડે ગ્રે હોઈ શકે છે.
આ પણ વાંચો
8GB RAM અને 108MP કેમેરાની સાથે લૉન્ચ થયો HMD Fusion, જાણો ફિચર્સ ને કિંમત