Discount Offer: ચીની સ્માર્ટફોન કંપની રિયલમી (Realme)ની Realme TechLifeDays સેલનો આજે છેલ્લો દિવસ છે. સેલની શરૂઆત 1લી જુલાઇથી થઇ ગઇ હતી. આ સેલમાં ફોનને ઓછી કિંમતમાં ખરીદવાનો આજે તમારી પાસે છેલ્લો મોકો છે. સેલમાં કંપનીના રિયલમીના પ્રીમિયમ સ્માર્ટફોન Realme X3 SuperZoom પર સારુ એવુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર TechLifeDays સેલમાં Realme X3 SuperZoom પર 6,000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ ફોનની કિંમત અને તેના ફિચર્સ વિશે.... 


Realme X3 SuperZoomની કિંમત-
Realme X3 Super Zoom સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ, 12GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ. વળી 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટૉરેજ સહિતના ત્રણેય વેરિએન્ટને છ હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. કિંમત ઘટ્યા બાદ રિયલમીના આ ફોનને માત્ર 21,999 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે તમે ઘરે લઇ જઇ શકો છો. સેલમાં કંપનીના રિયલમીના પ્રીમિયમ સ્માર્ટફોન Realme X3 SuperZoom પર સારુ એવુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 


Realme X3 SuperZoomની સ્પેશિફિકેશન્સ- 
Realme X3 Super Zoomમાં 6.6 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1920x1080 પિક્સલ છે. આ 120Hz રિફ્રેશ રેટની સાથે આવે છે. આમાં 90.5 ટકાની સ્ક્રીન-ટૂ-બૉડી રેશિયો આપવામાં આવ્યો છે. ફોન પાવરફૂલ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 855+ ચિપસેટ વાળો છે. રિયલમીના આ ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબીની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે. Realme X3 SuperZoomને પાવર આપવા માટે 4,200mAhની બેટરી આપવામાં આવી છે, જે 30W ડાર્ટ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.  


Realme X3 Super Zoom કેમેરા-
ફોટોગ્રાફી માટે Realme X3 Super Zoomમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનુ પ્રાઇમરી સેન્સર 64 મેગાપિક્સલનું છે. વળી સેકન્ડરી કેમેરા 8 મેગાપિક્સલ, ત્રીજો 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે પ્રાઇમરી સેન્સર 32 મેગાપિક્સલ અને સેકન્ડરી સેન્સર 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે.