Redmi A2 Series: જો તમે એક બજેટ સ્માર્ટફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટેક જાયન્ટ્સ કંપની Xiaomi એ Redmi A2 સીરીઝને ટીઝ કરી છે. ધ્યાન રહે કે કંપનીની આ સીરીઝમાં Redmi A2 સીરીઝ આ વર્ષની શરૂઆતમાં યૂરોપના કેટલાક માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી ચૂકી છે. Xiaomi એ ગયા વર્ષે ભારતમાં A1 સીરીઝ અંતર્ગત બે સ્માર્ટફોન લૉન્ચ કર્યા હતા, બંનેની કિંમત 10,000 રૂપિયાથી ઓછી હતી. Redmi A2 સીરીઝ ભારતમાં 19 મેના રોજ લૉન્ચ થશે. આ સીરીઝમાં બે મૉડલ Redmi A2 અને Redmi A2+ સામેલ હશે.


ખાસ વાત છે કે, Xiaomi ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ પોતે જ આવનારી Redmi A2 સીરીઝની લૉન્ચ ડેટની સ્પષ્ટતા કરી છે. આ એક એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન હશે. આવામાં તમને સલાહ આપીએ છીએ કે, જો તમે સસ્તો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળ ના કરશો, કેમ કે આગામી દિવસોમાં જ માર્કેટમાં એક સ્પેશ્યલ ફોન આવી રહ્યો છે. 


શું છે ફોનની ડિટેલ્સ અને શું હશે કિંમત ?
Redmi A2 સીરીઝ ભારતમાં 19મી મેના રોજ લૉન્ચ થવાની છે. આ સીરીઝમાં બે મૉડલ Redmi A2 અને Redmi A2+ લૉન્ચ કરવામાં આવશે. Redmi A2 સીરીઝની કિંમત 8,000 રૂપિયાથી ઓછી હોવાની સંભાવના છે. કારણ કે Redmi A1 સીરીઝ પણ આ જ કિંમતના સેગમેન્ટમાં લૉન્ચ કરવામાં આવી હતી.


Redmi A2માં આવા હશે ફિચર્સ  
Redmi A1 સીરીઝ MediaTek Helio પ્રૉસેસર અને લેધર બેક સાથે આવી હતી. લેધર બેક ફિનિશને Redmi A2 સીરીઝમાં પણ મળી શકે છે. વૉટર-ડ્રૉપ નોચ ડિસ્પ્લે બંને મૉડલમાં મળી શકે છે. સીરીઝમાં HD+ રિઝૉલ્યૂશન સાથે 6.52-ઇંચનું ડિસ્પ્લે અને 60Hz રિફ્રેશ રેટ માટે સપૉર્ટ હોઈ શકે છે. બંનેને 8MP ડ્યૂઅલ-રીઅર કેમેરા સેટઅપ અને 5MP સેલ્ફી શૂટર આપવામાં આવી શકે છે. બંને મૉડલ 10W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી મેળવી શકે છે.


 


Launch: આજે ભારતમાં લૉન્ચ થશે આ ધાંસૂ ફોન, ચીનમાં હેરી પૉર્ટરના નામથી થઇ ચૂક્યો છે લૉન્ચ, વાંચો કિંમતથી લઇને ફિચર્સ સુધી....


Poco F5 India Launch: સ્માર્ટફોન મેકર Poco આજે ગ્લૉબલી પોતાનો એક સ્પેશ્યલ અને ધાંસૂ સ્માર્ટફોન લૉન્ચ કરશે. કંપની ભારતમાં બે કલર ઓપ્શનમાં POCO F5 5G સ્માર્ટફોનને લૉન્ચ કરશે. આ ફોન ચીનના માર્કેટમાં પહેલાથી જ લૉન્ચ થઇ ચૂક્યો છે, આની હેરી પૉટર એડિશન ચીનમાં લૉન્ચ થઈ ચૂકી છે, જેની તસવીર અમે આર્ટિકલમાં બતાવી છે. જોકે, આ એડિશન ભારતમાં લૉન્ચ કરવામાં નહીં આવે. સ્માર્ટફોન લૉન્ચિંગ પહેલા જાણી લો કે આ POCO F5 5Gમાં તમને શું મળશે ખાસ. 


ઘરે બેઠાં બેઠાં જુઓ લૉન્ચ ઇવેન્ટ 
તમે મોબાઇલની લૉન્ચ ઇવેન્ટને ઘરે બેઠાં બેઠાં જોવા માંગતા હોય તો, તે પણ જોઇ શકો છો. તમે પોકો ગ્લૉબલની યુટ્યુબ ચેનલના માધ્યમથી ઈવેન્ટ જોઈ શકો છો. અમે અહીં કંપનીની YouTube લિન્ક આપી રહ્યાં છીએ. આ ફોન આજે સાંજે 5:30 વાગ્યે ગ્લૉબલી લૉન્ચ થશે. તેની કિંમત લગભગ 25 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


મળશે આ ફિચર્સ 
POCO F5 5G માં તમને 6.67-ઇંચની FHD Plus AMOLED ડિસ્પ્લે મળશે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ પહેલો સ્માર્ટફોન છે જેમાં સ્નેપડ્રેગન 7 જનરેશન ટુ ચિપસેટનો સપોર્ટ મળી રહ્યો છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 64MP OIS કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP મેક્રૉ કેમેરા હશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 16MP કેમેરા હશે. સ્માર્ટફોનમાં 67 W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી પણ મળશે.