જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ ખૂબ જ ઓછું છે, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે સસ્તામાં સારો સ્માર્ટફોન ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર સેલ ચાલુ છે અને સ્માર્ટફોન પર વિવિધ ઑફર્સ આપવામાં આવી રહી છે. તો અમે તમને જણાવીએ છીએ કે તમે રેડમીનો ફોન માત્ર 599 રૂપિયામાં કેવી રીતે ખરીદી શકો છો.


રેમ અને ડિસ્પ્લે


સૌથી પહેલા વાત કરીએ કે તમે જે ફોન ખરીદવા જઈ રહ્યા છો તેના ફીચર્સ વિશે. આ ફોનમાં 4GB રેમ આપવામાં આવી છે. આ સાથે તેમાં 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ ફોનમાં 6.53 ઇંચની HD ડિસ્પ્લે મળશે. આ ફોન MediaTek Helio G25 પ્રોસેસર પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. આ સિવાય ફોનમાં મેમરી કાર્ડ માટે અલગ સ્લોટ આપવામાં આવ્યો છે. એટલે કે ફોનમાં સિમ અને મેમરી કાર્ડ બંને એકસાથે ઇન્સ્ટોલ કરી શકાય છે.


બેટરી અને કેમેરા


ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAh બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનના પાછળના ભાગમાં 13 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય ફોનમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન ગૂગલના એન્ડ્રોઇડ 10 આધારિત MIUI 12 પર કામ કરે છે. આ ફોન 4G, VoLTE નેટવર્ક સપોર્ટ સાથે આવે છે. ફોનમાં Wi-Fi, બ્લૂટૂથ અને 3.5mm જેક જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.


કિંમ અને ઑફર્સ


ફ્લિપકાર્ટ પર ફોનની કિંમત 8,499 રૂપિયા છે. આ ફોન પર ઘણી ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. આ ફોનને Flipkart પરથી SBIના ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે, આ સિવાય તમારે તેની સાથે Google Nest Mini ખરીદવા માટે માત્ર 1499 રૂપિયા ચૂકવવા પડશે. આ ફોન પર 7900 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. મતલબ કે જો તમે તમારો જૂનો ફોન આપીને આ ફોન ખરીદો છો અને તમને તમારા જૂના ફોનની કિંમત 7900 મળે છે તો તમે આ ફોન માત્ર 599 રૂપિયામાં ખરીદી શકશો.