નવી દિલ્હી: શાઓમીએ પોતાના બે સ્માર્ટફોન Redmi Note 9 Pro અને Redmi Note 9 Pro Max ભારતમાં લોન્ચ કરી દીધાં છે. આ ફોનને ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ડરના કારણે શાઓમીએ આ ફોનની લોન્ચિંગ ઓફલાઈન ઈવેન્ટ રદ કરી દીધી હતી.
Redmi Note 9 Proની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન બે વેરિએન્ટમાં છે. 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ ફોનમાં ચાર રિયર કેમેરા છે. 48 મેગાપિક્સલ સાથે 8 MP અલ્ટ્રાવાઈડ, 5 MP મેક્રો અને 2 MP કેમેરા આપવામાં આવ્યા છે. બેટરી 5020 Mah છે. જે ફાસ્ટ ચાર્જીંગ ફિચર્સ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં કોલકોમ સ્નેપડ્રેગન 720 જી પ્રોસેરસ સાથે આવે છે.
Redmi Note 9 Pro Maxની વાત કરીએ તો તેમાં સેલ્ફી માટે 32 મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોનને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં 6+64 GB, 6+128GB અને 8+128GB છે.
Redmi Note 9 Pro 17 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે Redmi Note 9 Pro Max 25 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે. જેને MI Store પરથી તથા MIની વેબસાઈટ પરથી ખરીદી શકાશે.
Redmi Note 9 Pro અને Redmi Note 9 Pro Max ભારતમાં લોન્ચ, જાણો કિંમત અન ફિચર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2020 03:56 PM (IST)
Redmi Note 9 Pro 17 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે. જ્યારે Redmi Note 9 Pro Max 25 માર્ચના રોજ 12 વાગ્યેથી સેલિંગ માટે ઉપલબ્ધ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -